નવી દિલ્હી: ઓલિમ્પિક ડબલ મેડલ વિજેતા શૂટર મનુ ભાકરે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી હતી. ભારતીય મહિલા શૂટરે આ મીટિંગની તસવીરો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. મનુએ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરતા સચિન માટે મોટી વાત કહી છે.
મનુએ સચિન માટે હૃદય સ્પર્શી વાત કહી:
મનુ ભાકરે લખ્યું, 'એક અને એકમાત્ર સચિન તેંડુલકર સર. આ મહાન ક્રિકેટર સાથે આ ખાસ ક્ષણ શેર કરીને હું ધન્યતા અનુભવું છું. તેમની યાત્રાએ મને અને અમારામાંથી ઘણાને અમારા સપના પૂરા કરવા માટે પ્રેરણા આપી છે. અવિસ્મરણીય યાદો માટે આભાર સર." આ પોસ્ટ અને પોસ્ટ શેર કરતાં કહું જ ખુશીની લાગણી અનુભવી રહી હતી. એક જ ફ્રેમમાં 2 ભારતીય ખેલાડીઓને જોઈને ચાહકો ગદગદ થઈ ગયા હતા. જેથી આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે.
The one and only Sachin Tendulkar sir!
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) August 30, 2024
Feeling blessed to share this special moment with the cricketing icon! His journey motivated me and many of us to chase our dreams. Thank you sir for unforgettable memories! 🙌🏏 #FamilyLove #CricketLegend #Inspiration #SachinTendulkar… pic.twitter.com/qtHdkhkbHR
આ બે ઇવેન્ટમાં મનુએ મેડલ જીત્યા:
તમને જણાવી દઈએ કે, મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. ત્યારથી સમગ્ર દેશમાં મનુ ભાકરની ચર્ચા થઈ રહી છે. તેણે મહિલાઓની 10 મીટર પિસ્તોલ વ્યક્તિગત ઈવેન્ટ અને 10 મીટર મિક્સ્ડ પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે ઈતિહાસ રચ્યો હતો.
મનુએ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો:
એક ઓલિમ્પિકમાં ભારત માટે બે મેડલ જીતનારી મનુ પ્રથમ ખેલાડી બની હતી. આ સાથે, તે પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ભારતીય ટીમની મહિલા ધ્વજવાહક પણ હતી. મનુના આ શાનદાર પ્રદર્શનની તે સમયે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પણ પ્રશંસા કરી હતી. તેણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મનુને અભિનંદન પાઠવ્યા હતા.