ETV Bharat / sports

IPL માં ધૂમ મચાવી, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રહ્યો ફેઈલ : જાણો મનીષ પાંડેની રસપ્રદ વાતો અને રેકોર્ડ - Manish Pandey birthday

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 12:57 PM IST

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) જે બેટ્સમેનના નામની ચર્ચા હતી, તે ટીમ ઈન્ડિયા માટે પોતાની છાપ છોડી શક્યો નથી. આજે આવા જ એક ક્રિકેટર મનીષ પાંડેનો જન્મદિવસ છે. આ અવસર પર મનીષ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો અને તેના શ્રેષ્ઠ રેકોર્ડ વિશે વાંચો આ અહેવાલમાં... Manish Pandey 35th birthday

મનીષ પાંડેની રસપ્રદ વાતો અને રેકોર્ડ
મનીષ પાંડેની રસપ્રદ વાતો અને રેકોર્ડ (IANS PHOTOS)

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મનીષ પાંડે આજે પોતાનો 35 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે મનીષ પાંડેની ક્રિકેટ કારકિર્દી સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ અને રસપ્રદ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સાથે અમે મનીષ પાંડેના કેટલાક મોટા અને મહત્વપૂર્ણ રેકોર્ડ વિશે પણ જણાવીશું.

  • મનીષ પાંડે સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

કોણ છે મનીષ પાંડે : મનીષ પાંડેનો જન્મ 10 સપ્ટેમ્બર, 1989 ના રોજ ઉત્તરાખંડના નૈનીતાલમાં થયો હતો. તેમના પિતા ભારતીય સેનામાં નોકરી કરતા હતા. મનીષ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં જોડાયો અને ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેમની મોટી બહેન અનિતા પાંડે પોતે ભૂતપૂર્વ ક્રિકેટર છે, તેઓ પણ કર્ણાટક માટે ક્રિકેટ રમ્યા છે. મનીષ પાંડેએ 2 ડિસેમ્બર, 1919ના રોજ તમિલ અને તુલુ ફિલ્મ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.

2015-2021 : મનીષ જમણા હાથનો મિડલ ઓર્ડર બેટ્સમેન છે, આ સાથે તે ઓફ-બ્રેક બોલિંગ કરે છે. તેણે 16 જુલાઈ, 2015ના રોજ ODI ફોર્મેટમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે જ વર્ષે તેણે T20માં પણ ડેબ્યુ કર્યું હતું. મનીષ પાંડેએ વર્ષ 2021માં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી.

અંડર-19 વર્લ્ડ કપથી IPL : મનીષ પાંડે જ્યારે ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. મનીષે 2008 માં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ રમ્યો હતો. આ પછી ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતમાં તેને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો અને સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં રમવાની તક મળી હતી.

IPL ઈતિહાસમાં પ્રથમ સદી : IPL પછી તેની ક્રિકેટ કારકિર્દી ઝડપથી શરૂ થઈ. મનીષ પાંડેએ IPL ઈતિહાસમાં પ્રથમ સદી ફટકારી હતી. મુંબઈ બાદ મનીષ પાંડે વર્ષ 2009માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા જોવા મળ્યો. RCB તરફથી રમતા તેણે IPL 2009માં ડેક્કન ચાર્જર્સ સામે સદી ફટકારી હતી. આ IPLની પ્રથમ સદી હતી, આ સાથે તે IPLમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય પણ બન્યો હતો. તેણે 73 બોલમાં 114 રનની ઇનિંગ રમી હતી.

IPL કારકિર્દી : મનીષ પાંડે ફરીથી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ માટે IPLમાં રમતા જોવા મળ્યો, જ્યાં તેમના મહત્વપૂર્ણ યોગદાનથી તેમની ટીમ IPL ચેમ્પિયન બની. મનીષ પાંડે દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી પણ IPL રમી ચૂક્યો છે. તેણે 171 IPL મેચોની 159 ઇનિંગ્સમાં 1 સદી અને 22 અડધી સદીની મદદથી 3850 રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયામાં કારકિર્દી : મનીષ પાંડેએ ભારત માટે 29 ODI મેચોની 24 ઇનિંગ્સમાં 1 સદી અને 2 અડધી સદીની મદદથી 33.29ની સરેરાશથી 566 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 104 રહ્યો છે. આ સિવાય મનીષે 39 T20 મેચોની 33 ઈનિંગમાં 44.31ની એવરેજથી 3 અડધી સદી સાથે 709 રન બનાવ્યા છે.

  1. ભારતીય સ્ટાર ખેલાડી શુભમન ગિલનો 25મો જન્મદિવસ, જાણો તેના જીવનની રસપ્રદ વાતો...
  2. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની રાજનીતિમાં એન્ટ્રી, આ પાર્ટીના બન્યા સદસ્ય…

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.