ETV Bharat / sports

Wushu International Championship : રશિયામાં વુશુ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ લઇ આવી શ્રીનગરની ટ્વીન્સ બહેનો - વુશુ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ

મોસ્કોમાં ખેલાયેલી રશિયન મોસ્કો સ્ટાર્સ વુશુ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં શ્રીનગરની બે જોડિયા બહેનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યાં છે. બંનેએ પોતાના વિભાગોમાં અસાધારણ કૌશલ્ય અને નિશ્ચય દર્શાવીને આ સિદ્ધિ મેળવી હતી.

Wushu International Championship : રશિયામાં વુશુ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ લઇ આવી શ્રીનગરની ટ્વીન્સ બહેનો

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 3:47 PM IST

શ્રીનગર : આયરા ચિસ્તી અને અન્સા ચિશ્તી નામની શ્રીનગરની ટ્વીન્સ બહેનોએ દેશનું નામ વિદેશમાં ગાજતું કર્યું છે. બંને જોડીયા બહેનો માર્શલ આર્ટની મોસ્કોમાં આયોજિત પ્રતિષ્ઠિત રશિયન મોસ્કો સ્ટાર્સ વુશુ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને રાષ્ટ્રને ફરી એકવાર ગૌરવ અપાવ્યું છે. 28મી ફેબ્રુઆરીથી 5મી માર્ચ સુધી ચાલેલી આ ચેમ્પિયનશિપમાં બહેનોએ 52 અને 56ના પોતપોતાના વજનના વિભાગોમાં અસાધારણ કૌશલ્ય અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું.

બંનેએ પોતાના વિભાગોમાં અસાધારણ કૌશલ્ય દર્શાવ્યું

આયરાની ઐતિહાસિક સિદ્ધિ : માર્શલ કૌશલ્યના નોંધપાત્ર પ્રદર્શનમાં આયરા અને અન્સાએ ફાઇનલમાં તેમના રશિયન પ્રતિસ્પર્ધી પર વિજય મેળવ્યો હતો. બંનેએ તેમની શ્રેણીઓમાં ટોચનું સ્થાન મેળવ્યું. આ જીતે આયરાની બેગમાં મેડલરુપી વધુ એક પીંછું ઉમેર્યું હતું, જે છે તેનો ત્રીજો આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક. તેએ અગાઉ જ્યોર્જિયામાં ગોલ્ડ જીત્યો હતો અને ઇન્ડોનેશિયામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. વૈશ્વિક મંચ પર આયરાની સતત સફળતાના કારણે તેણીને ગયા વર્ષે રાજ્ય પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. આ પ્રકારનું સન્માન મેળવનારી રાજ્યની પ્રથમ મહિલા વુશુ રમતવીર તરીકેની ઐતિહાસિક માન્યતા છે.

અન્સાનો બીજો આંતરરાષ્ટ્રીય મેડલ : અન્સાએ તેની બહેનના પગલે ચાલીને જ્યોર્જિયા ઈન્ટરનેશનલ વુશુ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યા બાદ તેનો બીજો આંતરરાષ્ટ્રીય મેડલ મેળવ્યો. રશિયન મોસ્કો સ્ટાર્સ વુશુ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં તેણીનો સુવર્ણ ચંદ્રક તેની વધતી જતી કારકિર્દીમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે, જે આંતરરાષ્ટ્રીય માર્શલ આર્ટ સમુદાયમાં તેની સ્થિતિને ટોચે પહોંચાડી છે.

આયરા ચિસ્તી અને અન્સા ચિશ્તી
આયરા ચિસ્તી અને અન્સા ચિશ્તી

નેશનલ ચેમ્પિયન્સનું પ્રતિષ્ઠિત ટાઇટલ : ચિસ્તી બહેનો લાંબા સમયથી રાષ્ટ્રીય વુશુ સ્પર્ધા પર પ્રભુત્વ જમાવી રહી છે, બંને પોતપોતાની વેઇટ કેટેગરીમાં નેશનલ ચેમ્પિયન્સનું પ્રતિષ્ઠિત ટાઇટલ ધરાવે છે. રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં તેમના નોંધપાત્ર ટ્રેક રેકોર્ડમાં બહુવિધ ચંદ્રકોનો સમાવેશ થાય છે, જે દેશના અગ્રણી માર્શલ આર્ટ એથ્લેટ્સ તરીકે તેમની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

ખેલાડીઓના પિતાનો પ્રતિભાવ : " મોસ્કોમાં મળેલી જીત માત્ર બંને પ્રતિભાશાળી બહેનોને વ્યક્તિગત ગૌરવ અપાવતી નથી, સાથે કાશ્મીરના એથ્લેટ્સની શ્રેષ્ઠતા અને સમર્પણના પુરાવા તરીકે પણ ઊભી છે. આ સિદ્ધિ જમ્મુ અને કાશ્મીર માટે ગર્વના સ્ત્રોત તરીકે પડઘો પાડે છે, જે પ્રદેશની અંદર અસ્તિત્વમાં રહેલી ક્ષમતા અને કૌશલ્યનું પ્રદર્શન કરે છે. " તેમના પિતા રાયસ ચિસ્તીએ પોતાનો પ્રતિભાવ આપતાં આમ જણાવ્યું હતું. દરમિયાન, બંને બહેનોના પરિવાર અને કોચ તેમ જ સમાજ તરફથી મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

  1. વુશુમાં સબ જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપનો પ્રારંભ
  2. 6 વર્ષીય ખેડૂત પુત્ર કુડો માર્શલ આર્ટ એશિયા કપમાં ભારતનું નામ રોશન કરવા જઈ રહ્યો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.