નવી દિલ્હી: લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના ફાસ્ટ બોલર મયંક યાદવને મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની મેચ દરમિયાન પેટમાં દુખાવાના કારણે મેદાન છોડવું પડ્યું હતું, તે IPL 2024ની બાકીની લીગ મેચોમાંથી બહાર થઈ શકે એવી શક્યતા છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન મયંક ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેના આગળની મેચ રમવા અંગે શંકા છે. છેલ્લા ચાર અઠવાડિયામાં મયંક બીજી વખત ઈજાગ્રસ્ત થયો છે.
મયંક યાદવને આરામની સલાહ: સૂત્રોએ IANSને કહ્યું, 'માન્યક યાદવના સંપૂર્ણ સ્વસ્થ થવામાં પહેલા કરતાં વધુ સમય લાગશે. તેની હાલત ખરાબ નથી, પરંતુ બાકીની મેચોમાં તેની ભાગીદારી શંકાના દાયરામાં છે. બુધવારે તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ રિપોર્ટ આવવાનો બાકી છે. મેડિકલ ટીમે મયંક યાદવને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે.
મયંકે પીડા મુક્ત બોલિંગ કરી: LSGના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે સ્ટાર ફાસ્ટ બોલર મયંક યાદવની ઈજા અંગે અપડેટ આપતા કહ્યું છે કે, 'પરફેક્ટ રિહેબિલિટેશન'માંથી પસાર થવા છતાં યુવા ખેલાડી હજુ પણ થોડો નર્વસ છે. કોચે જણાવ્યું, 'એવું લાગે છે કે તેને તે જ જગ્યાએ ફરી એકવાર દુખાવો થઈ રહ્યો છે. તેનું સુધાર સંપૂર્ણ છે, તેણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં પીડા મુક્ત બોલિંગ કરી છે. તે સારી સ્થિતિમાં હોવાનું જણાય છે. જો કે, તેને ફરીથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે તો તેના પર તપાસ પછી જ કંઈક કહી શકાય.
ઈજાના કારણે મેદાન છોડી દીધું: જોકે, સૂત્રોએ દાવો કર્યો હતો કે, મયંક MI સામેની મેચ માટે ફિટ નહોતો. પરંતુ ત્રણ અઠવાડિયામાં પાંચ મેચ ગુમાવ્યા પછી, તે પ્લેઇંગ-11માં પાછો ફર્યો કારણ કે, કેપ્ટન કેએલ રાહુલ તેને પોતાની ટીમમાં સામેલ કરવા માંગતો હતો. મંગળવારે, એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં તેણે 3.1 ઓવરમાં 31 રનમાં 1 વિકેટના આંકડા પર ઈજાના કારણે મેદાન છોડી દીધું હતું. LSG ટૂર્નામેન્ટની તેની છેલ્લી લીગ મેચ 17 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે.