ETV Bharat / sports

કોહલી-ગંભીરે ગળે લગાવીને દૂર કર્યા મતભેદ, કેમ થયું દિલ્હી પોલીસનું ટ્વીટ થયું વાયરલ - Virat Kohli Gautam Gambhir - VIRAT KOHLI GAUTAM GAMBHIR

ગૌતમ ગંભીર અને કોહલી વચ્ચેના મતભેદ કોઈનાથી છુપાયેલા નથી. ગયા વર્ષે, નવીન ઉલ હકના કેસમાં આ મોટો મુદ્દો બન્યો હતો. પરંતુ શુક્રવારે આ બંને ખેલાડીઓ વચ્ચેનું અંતર સમાપ્ત થઈ ગયું છે. જ્યારે બંને ખેલાડીઓએ એકબીજાને ગળે લગાવ્યા હતા. વિડિઓ જુઓ

Etv BharatIPL 2024
Etv BharatIPL 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 30, 2024, 12:14 PM IST

બેંગલુરુઃ કોલકાતા vs RCB વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં કોલકાતાનો 7 વિકેટે વિજય થયો હતો.આ જીત સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.આ સિઝનમાં કોલકાતાની આ સતત બીજી જીત છે. કોલકાતાની આ જીતે હોમ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી જીતનો સિલસિલો પણ બંધ કરી દીધો છે. આ પહેલા ઘરઆંગણે રમતી ટીમ 9 મેચ જીતી ચૂકી છે.

કોહલી અને ગંભીરની મુલાકાતનો વીડિયો વાયરલ: આ મેચમાં સૌથી ખાસ વાત વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની મુલાકાત હતી. વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ બાદ ગૌતમ ગંભીર તેની પાસે આવ્યો અને તેની સાથે હાથ મિલાવ્યો અને તેની ઇનિંગ માટે અભિનંદન આપ્યા. આટલું જ નહીં બંને ખેલાડીઓએ ગળે મળીને કંઈક વાત પણ કરી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બંને ખેલાડીઓને હાથ મિલાવતા જોઈને ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા.

દિલ્હી પોલીસનું ટ્વીટ વાયરલ: બંને ખેલાડીઓ વચ્ચેના મતભેદ ઓછા થયા પછી દિલ્હી પોલીસનું ટ્વીટ વાયરલ થયું હતું. કોહલી અને ગંભીરની મીટિંગનો ફોટો શેર કરતા દિલ્હી પોલીસે લખ્યું કે ઝઘડો થયો હતો? 112 ડાયલ કરો અને લડાઈનું સમાધાન કરો, કોઈ લડાઈ 'મોટી' કે 'ગંભીર' નથી. તેમજ દિલ્હી પોલીસે કેપ્શન આપ્યું હતું કે 112 કોઈપણની મદદ કરવા તૈયાર છે.

સોશિયલ મીડિયા પર યુઝરે કરી પ્રશંસા: વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની આ પળોની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક યુઝરે લખ્યું કે 'મોટી હરીફાઈનો અંત' જો કે, કેટલાક ચાહકો એ વાતનો આનંદ પણ લઈ રહ્યા છે કે તેઓ હવે મેદાનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા નહીં મળે.

  1. ન્યુઝીલેન્ડનો આ સ્ટાર ઓલરાઉન્ડર યુએસએની ટીમમાં જોડાયો, 36 બોલમાં સદી ફટકારી હતી - COREY ANDERSON

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.