કોલંબો (શ્રીલંકા): ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ત્રણ મેચની વનડે શ્રેણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે બંને ટીમો વચ્ચે પ્રથમ ODI મેચ રમાશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં T20I શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય ટીમનું મનોબળ ઉંચુ જોવા મળી રહ્યું છે. વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારત આજે શ્રીલંકા સામે પ્રથમ વનડે રમશે. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ વનડે શ્રેણી છે.
T20I Series ✅
— BCCI (@BCCI) August 1, 2024
It's now time for ODIs 😎🙌#TeamIndia | #SLvIND pic.twitter.com/FolAVEn3OG
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ODI મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. જેની માટે ટોસ અડધો કલાક વહેલા બપોરે 2 વાગ્યે થશે. આ મેચ શરૂ થતા પહેલા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકો છો. ચાલો એક નજર કરીએ મેચ સાથે જોડાયેલી કેટલીક ખાસ માહિતી ઉપર.
All set for the #SLvIND ODI series opener! 👌👌
— BCCI (@BCCI) August 2, 2024
⏰ 2:30 PM IST
💻 https://t.co/Z3MPyeL1t7
📱 Official BCCI App#TeamIndia pic.twitter.com/vCiSQZoshv
- મેચનો સમય: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે 2 ઓગસ્ટે બપોરે 2.30 કલાકે પ્રથમ ODI મેચ રમાશે. ટોસ બપોરે 1 વાગ્યે કરવામાં આવશે.
- મેચનું સ્થળ: ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે આર પ્રેમદાસા સ્ટેડિયમ કોલંબોમાં રમાશે.
- લાઈવ અપડેટ: તમે Sony ટીવી ચેનલ પર ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રમાયેલી પ્રથમ ODI મેચ જોઈ શકો છો.
Inching closer to ODI 1⃣ ⌛️#TeamIndia | #SLvIND pic.twitter.com/XqQsU6AbEa
— BCCI (@BCCI) July 31, 2024
ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ: આ વખતે ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar અથવા Jio સિનેમા પર નહીં, પરંતુ Sony Liv એપ પર કરવામાં આવશે.
ભારત વિ. શ્રીલંકા વનડે સિરીઝ શેડ્યૂલ:
- પહેલી વનડે: 2 ઓગસ્ટ,આર. પ્રેમદાસા સ્ટેડિયમ, બપોરે 2:30 કલાકે
- બીજી વનડે: 4 ઓગસ્ટ, આર. પ્રેમદાસા સ્ટેડિયમ, બપોરે 2:30 કલાકે
- ત્રીજી વનડે: 7 ઓગસ્ટ, આર. પ્રેમદાસા સ્ટેડિયમ, બપોરે 2:30 કલાકે