નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. પરંતુ બીજા દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. AccuWeatherના અહેવાલ મુજબ આજે પણ વરસાદની સંભાવના છે પરંતુ વરસાદ હાલ પૂરતો બંધ થઈ ગયો છે.
ન્યૂઝીલેન્ડે ભારતમાં અત્યાર સુધીમાં 12 ટેસ્ટ સીરીઝ રમી છે પરંતુ તે એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી. ન્યૂઝીલેન્ડે છેલ્લી વખત ભારતમાં 1988માં વાનખેડે ખાતે ટેસ્ટ મેચ જીતી હતી.
ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, 'અમે પહેલા બેટિંગ કરવા જઈ રહ્યા છીએ, શરૂઆતમાં થોડી બેટિંગ કરવી મુશ્કેલ હોઈ શકે છે પરંતુ પિચની પ્રકૃતિ એવી છે કે તમે પહેલા બોર્ડ પર રન બનાવવા માંગો છો. અમે છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. અમારા માટે આ એક નવી શ્રેણી છે અને અમે સારી શરૂઆત કરવા માંગીએ છીએ. છેલ્લી ટેસ્ટથી બે ફેરફાર કરવામાં આવ્યા છે, સરફરાઝને ગિલની જગ્યાએ અને કુલદીપને આકાશની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.'
🚨 Playing XI 🚨
— BCCI (@BCCI) October 17, 2024
Take a look at #TeamIndia's Playing XI for the Test series opener 💪
Match Updates ▶️ https://t.co/8qhNBrs1td#INDvNZ | @IDFCFIRSTBANK pic.twitter.com/cUzPXCacri
ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે કહ્યું કે, 'વિકેટ પર ઘણા સમયથી કવર છે, તેથી આશા છે કે અમે શરૂઆતમાં બોલ સાથે તેનો સારો ઉપયોગ કરી શકીશું. હવામાન થોડું ખરાબ છે, તેથી અમે અહીં સારી તૈયારી કરી શક્યા નથી. એજાઝ પટેલની સાથે અમારી પાસે ત્રણ ઝડપી બોલર છે અને અમારી પાસે બે ઓલરાઉન્ડર છે જે સ્પિન બોલિંગ પણ કરે છે.'
ભારતીય ટીમની ખરાબ શરૂઆત:
બીજા દિવસે સ્વચ્છ સાફ હવામાનના કારણે મેચ સમયસર શરૂ થઈ અને ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી. કેપ્ટન રોહિત શર્માના રૂપમાં પ્રથમ વિકેટ પડ્યા બાદ વિરાટ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો, કારણ કે શુભમન ગિલ પ્લેઈંગ ઈલેવનમાં નથી.
ભારતીય ટીમનું પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન: ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટ-કીપર), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, ટિમ સાઉથી, એજાઝ પટેલ, વિલિયમ ઓ'રર્કે.
તમને જણાવી દઈએ કે ભારતમાં આ મેચ ફ્રીમાં ઓનલાઈન જીઓ સિનેમા પર નિહાળી શકો છો અને ટેલિવિઝન પર તમે Sports 18 પર મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.
India in all sorts of trouble v New Zealand after winning the toss.
— Sanjay Lazar (@sjlazars) October 17, 2024
34/6 India blown away by O Rourke and Southee. #Cricket #TestCricket #India #NewZealand pic.twitter.com/AxXoqD7QfO
લાઈવ સ્કોર:
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલ ભારતીય ઓપનિંગ જોડી સારી શરૂઆત આપે તે પહેલા કેપ્ટન રોહિત શર્મા 2(16) રને બોલ્ડ થઈ ગયો, ત્યારબાદ વિરાટ કોહલી અને સરફરાઝ ખાન શૂન્ય પર આઉટ થઈ પવેલીયન પરત ફર્યા, આ સિવાય યશસ્વી જયસ્વાલ 13(63) રન બનાવી એઝાજ પટેલના હાથે કેચ આઉટ થઈ ગયો. તે પછી બેટિંગ કરવા આવેલ સરફરાઝ ખાન અને રવીન્દ્ર જાડેજા પણ શૂન્ય પર આઉટ થઈ પરત ફર્યા. આમ લંચ બ્રેક સુધી ભારતનો સ્કોર 6 વિકેટે માત્ર 34 રન છે.
આ પણ વાંચો: