રાંચી : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે 5 વિકેટે જીત મેળવી છે. ધ્રુવ જુરેલ અને શુભમન ગિલ અણનમ રહ્યા હતાં.ધ્રુવ જુરેલે મેચ વિનિંગ રન બનાવ્યા હતા. ભારતે 100 રનના સ્કોર પર તેની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ બેટિંગ કરવા આવેલા ધ્રુવ જુરૈલે શુભમન ગિલ સાથે મળીને પાર્ટનરશિપ કરી અને ઇનિંગની કમાન સંભાળી અને ટીમને જીત તરફ દોરી ગઈ. આ જીત સાથે ભારતે પાંચ મેચોની શ્રેણી 3-1થી જીતી લીધી છે.
ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ- 352 : ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં 353 રન બનાવ્યા હતાં. એક સમયે ઈંગ્લેન્ડની 5 વિકેટ 112 રનના સ્કોર પર પડી ગઈ હતી. પ્રથમ સેશનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડે શાનદાર વાપસી કરી અને આ સિરીઝમાં બીજું સત્ર એકપણ વિકેટ ગુમાવ્યા વિના રમ્યું. જો રૂટની શાનદાર સદી અને ઓલી રોબિન્સનની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડ પ્રથમ દાવમાં 352 રન બનાવી શક્યું હતું.
શૂન્ય પર આઉટ : આ ઇનિંગમાં જેક ક્રોલીએ 42 રન, જોની બેયરસ્ટોએ 38 રન, વિકેટકીપર બેન ફોક્સે 47 રન અને જો રૂટે 122 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન ઓલી રોબિન્સને 58 અને બેન સ્ટોક્સે 3 રન બનાવ્યા હતા. શોએબ બશીર અને જેમ્સ એન્ડરસન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતાં.
ભારત પ્રથમ દાવ – 307 : ઈંગ્લેન્ડના 353 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે આ ઈનિંગમાં 307 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડ કરતાં 47 રન પાછળ હતી.