નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ભારતે આ શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી છે. હવે BCCIએ કાનપુરમાં રમાનાર બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. પ્રથમ મેચનું પરિણામ આવતા જ બીસીસીઆઈએ તેના થોડા સમય બાદ ટીમની જાહેરાત કરી હતી.
બીસીસીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કર્યું છે કે, કાનપુરમાં રમાનારી બીજી ટેસ્ટ માટે ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમ આ જ ટીમ સાથે કાનપુર જવા રવાના થશે. આ જાહેરાત બાદ એ અફવા પર પણ પૂર્ણ વિરામ લાગી ગયું છે કે કાર્ડિક પંડયા આ ટેસ્ટમાં રમી શેક છે.
ભારતીય ક્રિકેટ ટીમ ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ માટે ત્રણ ઝડપી અને બે સ્પિન બોલરો સાથે રમી હતી. મેચમાં ટીમના તમામ બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે અશ્વિને સદી સાથે 6 વિકેટ ઝડપી હતી, જ્યારે જાડેજાએ 86 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) September 22, 2024
India retain same squad for 2nd Test against Bangladesh.
More Details 🔽 #TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBankhttps://t.co/2bLf4v0DRu
જસપ્રીત બુમરાહે પ્રથમ દાવમાં 4 અને બીજી ઈનિંગમાં 2 વિકેટ ઝડપી હતી. સિરાજ પ્રથમ દાવમાં 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો જ્યારે બીજી ઈનિંગમાં કોઈ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો. આકાશદીપ પણ પ્રથમ દાવમાં 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. બેટિંગની વાત કરીએ તો અકસ્માત બાદ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ રમી રહેલા ઋષભ પંતે સદી ફટકારી હતી જ્યારે શુભમન ગિલે પણ શાનદાર સદી ફટકારી હતી.
સરફરાઝ ખાનને આ મેચમાં પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો ન હતો કારણ કે તેની જગ્યાએ કેએલ રાહુલને પસંદગી આપવામાં આવી હતી. તે જ સમયે, હવે જોવાનું એ રહે છે કે બીજી ટેસ્ટમાં ભારતનું પ્લેઈંગ-11 શું હશે.
બીજી ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ દ્રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ
આ પણ વાંચો: