એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 06 ડિસેમ્બર (શુક્રવાર) થી એટલે કે આજથી એડિલેડના એડિલેડ ઓવલ શરૂ થઈ ગઈ છે. પર્થ ટેસ્ટમાં મોટી જીત બાદ, ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પિન્ક બોલ વડે રમાઈ રહેલ બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની સામે જીત મેળવવા પ્રથમ દિવસે મેદાનમાં ઉતરી ગઈ છે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
5⃣0⃣ up for #TeamIndia 👌 👌
— BCCI (@BCCI) December 6, 2024
A half-century stand between KL Rahul & Shubman Gill 🤝
Live ▶️ https://t.co/upjirQCmiV#AUSvIND pic.twitter.com/rTADKMIWI3
ઓસ્ટ્રેલિયાની ટીમમાં આ ખતરનાક બોલરો:
યજમાન ઓસ્ટ્રેલિયાએ તેમના પ્લેઈંગ ઇલેવનમાં જમણા હાથના ઝડપી બોલર સ્કોટ બોલેન્ડે અનુભવી જોશ હેઝલવુડના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી છે. હેઝલવુડ સાઇડ સ્ટ્રેઇનને કારણે બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ નહોતો. ઓલરાઉન્ડર મિશેલ માર્શે પર્થમાં શરૂઆતી ટેસ્ટ દરમિયાન કમરમાં જકડાઈ જવા છતાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પેટ કમિન્સ ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ યજમાનને 295 રનથી હરાવ્યું હતું. મેચમાં આઠ વિકેટ લેનાર અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં એશિયન દિગ્ગજ 1-0થી આગળ છે.
What a crowd at the Adelaide Oval. 😍 pic.twitter.com/jKBhl7ghew
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 6, 2024
ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2024-25, પિંક બોલ ટેસ્ટ મેચ ટીવી અને ઓનલાઈનમાં ક્યારે અને ક્યાં જોવી?
ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાં, ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2024-25ની તમામ મેચો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી (ફ્રી) સ્પોર્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા અને ભારત, BGT મેચો જીઓ સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્લિકેશન અને વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ડીડી સ્પોર્ટ્સ 1.0 પર ભારતની મેચોનું જીવંત પ્રસારણ ફક્ત ડીડી ફ્રી ડીશ અને અન્ય ડીટીટી (ડિજિટલ ટેરેસ્ટ્રીયલ ટેલિવિઝન) વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ રહેશે.
બંને ટીમોની સંપૂર્ણ પ્લેઈંગ 11:
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈસ્વારન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર
All set to go in Adelaide for the second #AUSvIND Test!
— ICC (@ICC) December 6, 2024
India win the toss and elect to bat 🏏#WTC25 📝 https://t.co/fFUEXlMWLW pic.twitter.com/ol1bvBYCrl
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટમાં), બ્રેન્ડન ડોગેટ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર, સીન એબોટ
લાઈવ સ્કોર:
પથમ બેટિંગ કરવા ઊતરેલ ભારતીય ઓપનિંગ જોડીની પહેલા બોલમાં જ ખરબ શરૂઆત થઈ અને પર્થ ટેસ્ટમાં સૌથી સારું પ્રદર્શન કરનાર યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પહેલા જ બોલે આઉટ થઈ ગયો. ત્યારબાદ એક પછી ભારતની 4 વિકેટ પડી ગઈ. બ્રેક પહેલા ભારતનો 82 રન પર સ્કોર અટક્યો છે. પંથ અને રોહિત શર્મા ક્રિઝ પર બેટિંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: