નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશ સામેની T20 સિરીઝમાં શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ રવિવારે પ્રથમ T20માં 7 વિકેટે જીત મેળવી છે. ભારતે બાંગ્લાદેશે આપેલા 128 રનના ટાર્ગેટને 11.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. પરંતુ આ મેચનું મુખ્ય આકર્ષણ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની બેટિંગ હતી. હાર્દિકે 16 બોલમાં 39 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. આ ઈનિંગમાં હાર્દિકનો એક શોટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિક પંડ્યાનો 'નો લુક શોટ':
આ મેચની 12મી ઓવરમાં હાર્દિકે તાસ્કીન અહેમદ દ્વારા ફેંકવામાં આવેલ બોલને બાઉન્ડ્રીની પહોંચાડ્યો હતો. પરંતુ જે રીતે આ ચોગ્ગો માર્યો તે જોઈને તમામ ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે ઓવરમાં, ક્રિઝ પર હાજર હાર્દિકે તાસ્કીન દ્વારા ફેંકવામાં આવેલો ત્રીજો બોલ તેના બેટથી સ્કૂપની જેમ અડ્યો અને બોલને હળવો સ્પર્શ કર્યો અને તે પછી તેણે પાછળ વળીને જોયું પણ નહીં કે બોલ ક્યાં ગયો, તે આત્મવિશ્વાસથી ભરપૂર હતો. ચાહકોએ પંડ્યાના આ 'નો લુક શોટ' કહીને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બનાવ્યો હતો. એ જ ઓવરમાં પંડ્યાએ પછીના બે બોલ પર એક ફોર અને એક સિક્સર ફટકારી અને 11.5 ઓવરમાં મેચ પૂરી કરી દીધી હતી.
Hardik Pandya cooked up a special knock in Gwalior tonight! ✨#INDvBAN #IDFCFirstBankT20ITrophy #JioCinemaSports pic.twitter.com/Vmju9Y72TP
— JioCinema (@JioCinema) October 6, 2024
My best player hit kind of shots in IranAttack #IndvsBan first T20i
— nitu vijendra choudhary (@nitu12dara) October 6, 2024
Best shot by #HardikPandya t20 pic.twitter.com/aApBuv0eVZ
ટીમ ઈન્ડિયાના ઓપનર અભિષેક શર્મા અને સંજુ સેમસને અનુક્રમે (16) અને (29) રન બનાવ્યા હતા. ટીમ તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે (29) અને નીતિશ કુમાર રેડ્ડીએ (16) રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 19.5 ઓવરમાં 127 રનમાં સમેટાઈ ગઈ હતી. મેહદી હસને (35) અને કેપ્ટન શાંતોએ (27) રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના બોલરોમાં અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યા, મયંક યાદવ અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.
𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎!
— BCCI (@BCCI) October 6, 2024
The shot. The reaction. The result ➡️ EPIC 😎
WATCH 🎥🔽 #TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank https://t.co/mvJvIuqm2B
આ પણ વાંચો: