અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે એટલે કે, 24 માર્ચ ખાતે હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ પાંચ વખત ચેમ્પિયન બનેલ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે. આજે ગુજરાત ટાઇટન્સના નવા બનેલ કપ્તાન શૂભમન ગીલ દ્વારા ટીમના ખેલાડીઓ પર ભરોસો વ્યક્ત કર્યો હતો. ગીલે હાર્દિક પંડ્યા અને મહમદ શામીની ગેરહાજરીનો ઉલ્લેખ કરી કહ્યું કે, ગુજરાત ટાઇટન્સમાં કેન વિલિયમસન સારા બેટર છે, જ્યારે ઉમેશ યાદવ અનુભવી બોલર છે જેનો લાભ ટીમને મળશે. કેપ્ટન તરીકે મારું મૂલ્યાંકન આઇપીએલ ટુર્નામેન્ટની સમાપ્તિ બાદ કરજો. આ સીઝનમાં મારી પર ખેલાડી અને કેપ્ટન તરીકે દબાણ નહિ રહે, પણ પડકાર ચોક્કસ રહેશે.
ટોસ બનશે બોસઃ અમદાવાદ ખાતે આઇપીએલ - ૨૦૨૪ની સીઝનની પહેલી મેચમાં ટીમના ૧૧ ખેલાડીની પસંદગી ટોસ સમયે કરીશું. અમારી પાસે ૧૪ બોલર છે. જે વિવિધ પીચ પર રમશે. કેપ્ટન ગિલે કહ્યું, હું રોહિત ભાઇ અને વિરાટ ભાઈની કપ્તાની નીચે રમી શીખ્યો છું. સ્વાભાવિક રીતે ગુજરાત ટાઇટન્સ દ્વારા તેની બે સીઝનમાં ખૂબ સારું પરફોર્મન્સ છે એ અપેક્ષાનુ દબાણ નહિ રહે પણ પડકાર રહેશે. ટીમમાં બેટિંગ કોચ ગેરી કર્સ્ટન અને હેડ કોચ આશિષ નેહરા વચ્ચે સારું સમન્વય છે. જે મને કેપ્ટન અને ટીમ માટે પ્રેરક બની રહેશે
MIના ખેલાડી તિલક વર્માનો જીતનો દાવોઃ પ્રેસ કોન્ફરન્સમાં મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી તિલક વર્મા એ જણાવ્યું કે, અમે અમારું પરફોર્મન્સ દોહરાવીશું. અમે બેઝિકને ફોલો કરીશું. અમારી ટીમના નવા કેપ્ટન છે. રોહિત શર્મા નવા કપ્તાન હાર્દિકને સાથ આપે છે. અમારી ટીમ સંતુલિત છે. અમારી ટીમમાં જેસન સારો પ્લેયર છે. જસ્પ્રિત બુમ્રા વિશ્વનો શ્રેષ્ઠ બોલર અમારી પાસે છે . અમે પાંચ વાર આઇપીએલ જીત્યા છે. ૨૦૨૪ માં પણ અમે વિજેતા થઈશું એવા વિશ્વાસ સાથે પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રવિવારે પહેલી મેચ રમીશું.