નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. પાકિસ્તાન આ શ્રેણીની યજમાની કરશે, પરંતુ તે પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી કોઈ સારા સમાચાર નથી આવી રહ્યા. હવે પાકિસ્તાનમાં એક અઠવાડિયામાં ત્રીજો ભૂકંપ આવ્યો છે.
પાકિસ્તાન માટે એક ODI અને 25 T20 મેચ રમનાર લેગ સ્પિનર ઉસ્માન કાદિરે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી. તમને એ પણ જણાવી દઈએ કે, ઉસ્માન કાદિર પૂર્વ પાકિસ્તાની ટેસ્ટ ક્રિકેટર અબ્દુલ કાદિરનો પુત્ર છે.
— Usman Qadir (@Qadircricketer) October 3, 2024
ઉસ્માન કાદિર માત્ર 31 વર્ષનો છે અને તેણે પાકિસ્તાન માટે એક ODI અને 25 T20 મેચ રમી છે, જેમાં તેણે ODIમાં એક વિકેટ અને T20માં 31 વિકેટ લીધી છે. પાકિસ્તાન સિવાય તે બીજી ઘણી ક્રિકેટ લીગમાં રમ્યો હતો. જેમાં બીપીએલ, બિગ બેશ લીગ અને સીપીએલ નોંધપાત્ર છે.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાની બોર્ડ ઉસ્માન કાદિરને લીગ મેચ રમવા માટે એનઓસી આપી રહ્યું ન હતું, તેથી જ તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટીના સભ્ય મોહમ્મદ યુસુફે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ રાષ્ટ્રીય ટીમના ODI અને T20 કેપ્ટન બાબર આઝમે પણ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી છે.
નવાઈની વાત એ છે કે, આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની હોમ સિરીઝ યોજાવા જઈ રહી છે, જેની પ્રથમ મેચ 7 ઓક્ટોબરથી મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં, બીજી ટેસ્ટ 15 ઓક્ટોબરથી મુલતાનમાં રમાશે. અને ત્રીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી. ઓક્ટોબરથી રાવલપિંડીમાં રમાશે.
આ પણ વાંચો: