ETV Bharat / sports

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે આજે સેમિફાઇનલ મુકાબલો, જાણો ભુજના ક્રિકેટ ચાહકોનું શું માનવુ છે... Exclusive conversation with ETV Bharat - Exclusive conversation ETV Bharat

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 27, 2024, 1:43 PM IST

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફામનલ મેચ રમાવાની છે ત્યારે ભુજના ક્રિકેટ ચાહકોએ ભારતની જીતની કેવી આશા છે? શું ભારત જીતીને ત્રીજી વખત ફાઇનલમાં પહોંચશે કે કેમ તે અંગે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. Exclusive conversation with ETV Bharat

ભુજના ક્રિકેટ ચાહકોએ ભારતની જીતની કેવી આશા છે તે અંગે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી.
ભુજના ક્રિકેટ ચાહકોએ ભારતની જીતની કેવી આશા છે તે અંગે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી. (Etv Bharat Gujarat)

કચ્છ: T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલના મુકાબલા ચાલી રહ્યા છે, ત્યારે ભારતની ટીમે સુપર 8 મુકાબલામાં અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાને હરાવીને પાંચમી વખત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના સેમીફાનલમાં પહોંચી છે. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફામનલ મેચ રમાવાની છે ત્યારે ભુજના ક્રિકેટ ચાહકોએ ભારતની જીતની કેવી આશા છે? શું ભારત જીતીને ત્રીજી વખત ફાઇનલમાં પહોંચશે કે કેમ તે અંગે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફામનલ મેચ રમાવાની છે.
આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફામનલ મેચ રમાવાની છે. (AP Photos)

ભુજના ક્રિકેટ ચાહકો સાથે વાતચીત: T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારત 5મી વખત T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે રાત્રે બીજી સેમીફાઈનલ મેચ રમાવાની છે ત્યારે ભુજના ક્રિકેટ ચાહકો ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024 માટેની ફાઈનલ મેચમાં પહોંચવા માટેના પ્રબળ દાવેદાર માની રહ્યા છે તેમજ ભારતના તમામ ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ પણ કરી રહ્યા છે અને ટીમ બેલેન્સ પણ હોવાનું ક્રિકેટ ચાહકોએ જણાવ્યું હતું.

T20 વર્લ્ડ કપ 2024માં મજબૂત ટીમો બહાર: પ્રથમ સેમિફાઇનલ મેચ અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ હતી જેમાં સાઉથ આફ્રિકાના બોલરોએ અફઘાનિસ્તાનને 56 રનમાં ઓલઆઉટ કરી નાખ્યું હતું અને 9 વિકેટે મેચ જીતીને પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. વર્ષ 2024ના T20 વર્લ્ડ કપમાં મજબૂત ટીમો ન્યુઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન જેવી ટીમો આ વખતે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકી છે.

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે આજે સેમિફાઇનલ મુકાબલો: ભારતીય ક્રિકેટ ટીમ તમામ મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી છે. ભારતીય બેટિંગ ઓર્ડર, બોલિંગ ઓર્ડર તેમજ ઓલરાઉન્ડર પ્લેયરો પણ ખૂબ જ સારો દેખાવ કરી રહ્યા છે અને મેચ વિનિંગ પર્ફોર્મન્સ આપી રહ્યા છે. તો બીજી બાજુ ઇંગ્લેન્ડના પ્લેયર પણ સંઘર્ષ કરીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા છે, ત્યારે ઇંગ્લેન્ડના બેટ્સમાનો પણ જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે.

વાતાવરણ ભજવશે મહત્વનો રોલ: ભુજમાં છેલ્લા અનેક વર્ષોથી ક્રિકેટ રમતા ડોક્ટર આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, "આજની સેમિફાઇનલ મેચમાં બે ત્રણ બાબતો અગત્યની છે જેમાં વાતાવરણની અસર પણ રહેશે. તો બીજી વસ્તુ છે કે, જે પણ ટીમ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેશે અને હાઈ સ્કોર ઉભો કરવાનો પ્રયત્ન કરશે. જો વરસાદ પડશે તો DRS મેથડ મુજબ કઈ ટીમ કેટલી ઓવર રમશે અને કેટલો રન કરશે તે પણ જોવાનું રહેશે. જે રીતે ભારતની ટીમ દેખાવ કરી રહી છે તે રીતે કહી શકાય કે, ભારતની ટીમ ફાઇનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે. તો ઇંગ્લેન્ડની ટીમ પણ બહુ સારો દેખાવ કરીને પોઈન્સ ટેબલમાં નીચેથી ઉપર આવી અને સેમિફાઇનલમાં પહોંચી છે. ઇંગ્લેન્ડ ટીમની ઓપનીંગ જોડી બટલર અને સોલ્ટ ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યા છે, જેથી ભારતની ટીમને તેમનાથી સાવધ રહેવું પડશે અને જે રીતે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે મેચ વિનિંગ પર્ફોર્મન્સ આપી હતી તે રીતે જ પર્ફોર્મન્સ આપીને ફાઇનલ સુધી પહોંચવું પડશે".

ભારતની ટીમ 100 ટકા ફેવરિટ: અન્ય ક્રિકેટ રસિક મેહુલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભારતની ટીમ જે મોમેન્ટમ સાથે મેચ રમી રહી છે અને એક પણ મેચ હારી નથી.ભારતીય નાગરિકને તરીકે આપણે ઈચ્છા એવી જ હોય કે ભારતની ટીમ જીતે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને સુર્યકુમાર યાદવ હોય તે સારું પરફોર્મન્સ આપે તેવી ઈચ્છા છે. ભારતની ટીમ 100 ટકા ફેવરિટ છે પરંતુ ઇંગ્લેન્ડની ટીમ પણ ખૂબ સારો દેખાવ કર્યો છે.

દિલ ચાહે છે ભારત જીતે પણ અંદરથી ઇંગ્લેન્ડ જીતશે તેવું લાગી રહ્યું છે: ક્રિકેટના ચાહક જય સોલંકીએ જણાવ્યું હતું કે, "આમ તો ભારતીય છીએ તો દિલથી ઈચ્છા છે કે ભારતની ટીમ જ જીતે અને જે રીતે છેલ્લી 3 મેચ ભારત જીત્યું છે તેમ ટીમ ફોર્મમાં પણ છે પરંતુ અંદરથી એમ લાગી રહ્યું છે કે ઇંગ્લેન્ડે જે રીતે કમબેક કર્યું છે તે રીતે જોતાં ઇંગ્લેન્ડ જીતશે તેવું લાગી રહ્યું છે. ભારત ફાઈનલ રમે તેવું ઇચ્છીએ છીએ પરંતુ જે રીતે ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ અને બોલિંગ કરી છે તેમજ તેની સાથે લક ફેક્ટરે પણ કામ કર્યું છે ત્યારે લાગે છે કે ભારત માટે અઘરો મુકાબલો થવાનો છે".

વિરાટ કોહલીની લાંબી પારીની આશા: ક્રિકેટપ્રેમી દર્શક ગઢવીએ જણાવ્યું હતું કે, "T20 વર્લ્ડ કપ જીતવા માટે ભારત પ્રબળ દાવેદાર છે. ICC ની તમામ નોક આઉટ મેચમાં ભારતનું પ્રદર્શન સારું જ રહેતું હોય છે. બીજી બાજુ ઇંગ્લેન્ડની ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી છે, તો ત્યારે વિનીંગ કોમ્બિનેશન સાથે જ ટીમ આજે સેમિફાઇનલ મુકાબલો રમશે અને ટીમ જીતશે તેવી આશા છે. ટોપ પર્ફોર્મર તરીકે રોહિત શર્મા મોટી મેચનો મોટો ખેલાડી છે ત્યારે આજે સારું દેખાવ કરશે તો સાથે જ વિરાટ કોહલીની પણ કોઈ લાંબી પારી નથી આવી ત્યારે આજે વિરાટ કોહલી પણ 80થી 90 રન કરે તેવું લાગી રહ્યું છે".

ઇંગ્લેન્ડ પાસે ચોથી વાર ફાઇનલમાં જવાની તક: આજે જો ભારત મેચ જીતશે તો ભારત ત્રીજી વખત ફાઈનલ મુકાબલો રમશે અને તેની પાસે બીજી વખત વર્લ્ડ કપ જીતવાની તક રહેશે. ભારતે વર્ષ 2007માં વર્લ્ડ કપ જીત્યો હતો જ્યારે વર્ષ 2014માં તે શ્રીલંકા સામે ફાઇનલમાં હરી ગઈ હતી. જો આજે ઇંગ્લેન્ડ જીતશે તો ઇંગ્લેન્ડ પાસે સતત બીજી વાર વર્લ્ડ કપ જીતવાની તક રહેશે. આ અગાઉ ઇંગ્લેન્ડ વર્ષ 2010માં ઓસ્ટ્રેલિયા અને વર્ષ 2022માં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપની ટ્રોફી જીતી ચૂક્યું છે.

  1. જો ભારત-ઈંગ્લેન્ડ મેચમાં વરસાદ પડે તો માત્ર 4 કલાકની રાહ જોવી પડશે, ત્યારબાદ આ ટીમ ક્વોલિફાઈ થઈ જશે... - T20 World Cup 2024
  2. અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચવા બદલ તાલિબાને ભારતનો આભાર માન્યો, જાણો કેમ? - Taliban Thanks BCCI

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.