નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન રાજ્યસભા સાંસદ હરભજન સિંહ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 3 જુલાઈ 1980ના રોજ પંજાબમાં જન્મેલા ભારતીય સ્પિનર આજે 44 વર્ષના થયા છે. હરભજન સિંહ ક્રિકેટના મહાન સ્પિનરોમાંથી એક છે. સામાન્ય પરિવારમાંથી આવતા હોવા છતાં હરભજને તેની શાનદાર કારકિર્દીમાં ઘણી ઊંચાઈઓ હાંસલ કરી હતી.
રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા ધનખરે હરભજન સિંહને અભિનંદન પાઠવ્યા હતા. તેણે કહ્યું, 'હરભજન સિંહ 2022થી રાજ્યસભાના સભ્ય છે. તે પોતાના સમયના ટોપ-3 સ્પિનરોમાંથી એક રહ્યો છે. હરભજન સિંહે 2007 T20 અને 2011 ODI વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
3⃣6⃣7⃣ Intl. matches 👌
— BCCI (@BCCI) July 3, 2024
7⃣1⃣1⃣ Intl. wickets 💪
First #TeamIndia bowler to scalp a Test hat-trick 🔝
2⃣0⃣0⃣7⃣ ICC World Twenty20 & 2⃣0⃣1⃣1⃣ ICC World Cup-winner 🏆 🏆
Here's wishing the legendary @harbhajan_singh a very happy birthday 🎂 👏 pic.twitter.com/FVbORWNQ0J
ઉપરાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, તેણે ડેબ્યૂના 3 વર્ષ બાદ જ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લીધી હતી. તેણે તેની ક્રિકેટ કારકિર્દીમાં ખરેખર પ્રેરણા આપી છે. તેમને 2003માં અર્જુન એવોર્ડ અને 2009માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હરભજન સિંહનું ક્રિકેટ કરિયર: તમને જણાવી દઈએ કે, 236 ODI અને 103 ટેસ્ટ રમનાર હરભજન સિંહે લગભગ એક દાયકા સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર રાજ કર્યું. તેને પ્રેમથી ટર્બનેટર કહેવામાં આવે છે. હરભજને ગયા વર્ષે ડિસેમ્બરમાં સત્તાવાર રીતે તેની 23 વર્ષની શાનદાર ક્રિકેટ કારકિર્દીનો અંત આણ્યો હતો. ભારતીય ક્રિકેટ ચાહકો હરભજનના વર્ષોથી મેદાન પરના યાદગાર પ્રદર્શનને હંમેશા યાદ રાખશે.
હરભજન રમતના સૌથી લાંબા ફોર્મેટમાં 400 વિકેટ લેનારો પ્રથમ ભારતીય ઓફ સ્પિનર બન્યો છે. ભજ્જીએ 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે આ સિદ્ધિ મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં હરભજન 15મા સ્થાને છે.
ટેસ્ટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય: ભારત-ઓસ્ટ્રેલિયા 2001 ટેસ્ટ શ્રેણીમાં તેના કારનામા માટે, હરભજનને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ઈડન ગાર્ડન્સ ખાતેની ઐતિહાસિક બીજી ટેસ્ટમાં, ટર્બનેટર સૌથી લાંબા ફોર્મેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય બન્યો.