નવી દિલ્હીઃ જમૈકાનો સુપરસ્ટાર રનર યુસૈન બોલ્ટ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બોલ્ટનો જન્મ 21 ઓગસ્ટ 1986ના રોજ 'શેરવુડ કન્ટેન્ટ' (ટ્રેલોની પેરિસનું એક નાનું શહેર)માં થયો હતો. આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમની સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ રેકોર્ડ્સ, વાર્તાઓ અને તેમની કારકિર્દી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
યુસૈન બોલ્ટ સાથે સંબંધિત રસપ્રદ વાર્તાઓ અને તેના રેકોર્ડ્સ:
- 100 મીટરની રેસ હંમેશા ટ્રેક અને ફિલ્ડમાં ઝડપ અને એથ્લેટિક કૌશલ્યની અંતિમ કસોટી રહી છે. 100 મીટરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવનાર ડેશિંગ એથ્લેટને 'વિશ્વના સૌથી ઝડપી માણસ' તરીકે ઓળખાવાનું સન્માન યુસૈનને મળ્યું છે. હાલમાં, 100 મીટરનો વર્લ્ડ રેકોર્ડ 2009 થી છે, જ્યારે યુસૈન બોલ્ટે બર્લિન વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 9.58 સેકન્ડના સમયમાં આ રેસ દોડીને ઇતિહાસ રચ્યો હતો.
- 11 વખતના વિશ્વ ચેમ્પિયનનો જન્મ ટ્રેલોની, જમૈકામાં થયો હતો અને તેના નામ પ્રમાણે તેણે શરૂઆતથી જ વીજળીની માફક ઝડપ દર્શાવી હતી. બોલ્ટને ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જોવા માટે સ્ટેડિયમમાં તેના ચાહકો ઉમટી પડતાં હતા. સ્પ્રિન્ટર્સ ઘણીવાર ડોપિંગ કેસોમાં સામેલ જોવા મળે છે, પરંતુ બોલ્ટની સમગ્ર કારકિર્દી બેદાગ રહી હતી.
- બોલ્ટે 2004 એથેન્સ ઓલિમ્પિક્સમાં તેની શરૂઆત કરી હતી, અને ચાર વર્ષ પછી તેણે બેઇજિંગમાં ઓલિમ્પિકમાં ચમત્કારિક સફળતા હાંસલ કરી હતી, જ્યાં તેણે 100m, 200m અને 4x100m રિલે જીતી હતી. જ્યારે તે 100 મીટરની દોડમાં દોડ્યો ત્યારે તેની ઝડપ એટલી ફાસ્ટ હતી કે તે તેના નજીકના હરીફ કરતા લગભગ 1 મીટર આગળ હતો.
- તેણે લંડન 2012 અને રિયો 2016 ગેમ્સમાં ઓલિમ્પિક 'ટ્રિપલ' વિજયનું પુનરાવર્તન કર્યું, આવું કરનાર પ્રથમ ઓલિમ્પિયન બન્યો. સતત ત્રણ ઓલિમ્પિકમાં 100 મીટર અને 200 મીટરની દોડ જીતનાર બોલ્ટ એકમાત્ર એથ્લેટ છે.
- જીત્યા બાદ તેની ઉજવણી કરવાની રીત અનોખી હતી. યુસૈન બોલ્ટનો પ્રખ્યાત 'ટુ ધ વર્લ્ડ' પોઝ પ્રથમ વખત 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં પ્રખ્યાત થયો હતો. સુપ્રસિદ્ધ દોડવીરએ તેની શાનદાર કારકિર્દી દરમિયાન 9 સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા, પરંતુ તેણે બેઇજિંગ 2008 માટે તેનો 4x100m મેડલ તેના સાથી ખેલાડી નેસ્ટર કાર્ટર દ્વારા ડોપિંગ ઉલ્લંઘનને કારણે ગુમાવ્યો હતો.
- વિશ્વના મહાન દોડવીર યુસૈન બોલ્ટ હંમેશા ડોપિંગનો વિરોધ કરે છે. તેમણે કહ્યું કે, ડોપિંગ એથ્લેટિક્સની રમતને નષ્ટ કરે છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'ખેલાડીઓને સમજ હોવી જોઈએ કે જો તમે કંઈ ખોટું કર્યું છે તો તમે પકડાઈ જ જશો. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડોપિંગ રોકવા માટે સારું કામ થઈ રહ્યું છે. હવે આ બાબતો સ્પષ્ટ થઈ રહી છે. આગામી સમયમાં રમતગમત જગતમાં વધુ સુધારો થશે.
- બોલ્ટે 2017માં રમતમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તેનું વર્ચસ્વ હજુ પણ રેકોર્ડ બુકમાં નોંધાયેલું છે. તેની પાસે પુરુષોની 100 મીટર (9.58 સેકન્ડ) અને 200 મીટર (19.19 સેકન્ડ) સ્પ્રિન્ટનો વિશ્વ રેકોર્ડ છે. તે જમૈકન ટીમનો પણ ભાગ હતો જેણે 4x100 મીટર રિલેમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં યોહાન બ્લેક, નેસ્ટા કાર્ટર અને માઈકલ ફ્રેટર પણ સામેલ હતા. ચારેયએ 2012 લંડન ઓલિમ્પિકમાં 36.84 સેકન્ડનો રેકોર્ડ બનાવ્યો હતો.
"તે મને થપ્પડ પણ મારી શકે છે" જાણો મનુ ભાકરે આ વાત કોના માટે કહી… - Manu Bhaker latest statement