નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની બીજી મેચમાં અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને 177 રને હરાવીને શ્રેણી જીતી લીધી હતી. આ પહેલા અફઘાનિસ્તાને પ્રથમ T20 મેચમાં આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને પોતાના જન્મદિવસ પર 5 વિકેટ ઝડપી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો :
અફઘાનિસ્તાને શાનદાર ક્રિકેટ રમી અને 4 વિકેટ ગુમાવી 311 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝે 105 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય રહમત શાહે 50 રન અને અઝમતુલ્લાબ ઉમરઝાઈએ 50 બોલમાં 86 રનની ઈનિંગ્સ રમી હતી.
FIVE-WICKET HAUL FOR RASHID KHAN. 👑
— Johns. (@CricCrazyJohns) September 20, 2024
- The birthday boy magic against South Africa, What a spell, incredible from the main man, ruling the white ball format for Afghanistan, 5 for 19 from 9 overs. 🥶 pic.twitter.com/7x8DDiSTTF
અફઘાનિસ્તાનના 312 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકા ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયું. આફ્રિકાએ એક પછી એક વિકેટો ગુમાવી અને આખી ટીમ 134 રનમાં સમેટાઈ ગઈ. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું અને 5 વિકેટ લીધી. ખાસ વાત એ હતી કે આ દિવસે આ ક્રિકેટરનો જન્મદિવસ પણ હતો. રાશિદે 9 ઓવરમાં 19 રન આપીને 5 વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન ટેમ્બા બાવુમાએ સૌથી વધુ 38 રન બનાવ્યા. આ સિવાય ટીમના તમામ બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને વનડે શ્રેણીમાં હરાવ્યું છે.
Afghanistan have been world class in the last few years! 🇦🇫
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2024
- The 2nd best Asian side for a reason. 💯 pic.twitter.com/EZ1BOWGcHn
છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમમાં ક્રિકેટમાં ઘણો સુધારો થયો છે. પછી તે ODI વર્લ્ડ કપ 2023નું પ્રદર્શન હોય કે તાજેતરમાં રમાયેલા T20 વર્લ્ડ કપનું પ્રદર્શન. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે હારી ગઈ હતી. આ પહેલા તેણે ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
આ પણ વાંચો: