જુનાગઢ: લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ હાથ ધરાશે, જેને લઈને આજે ચૂંટણી પંચ દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડતા જ પ્રથમ દિવસે જુનાગઢ કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા માંથી 32 જેટલા ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. 19 તારીખ સુધી કોઈપણ વ્યક્તિ જુનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે પોતાની ઉમેદવારી કરી શકે છે. જેના માટે ઉમેદવારી ફોર્મ ભરવું આવશ્યક છે ત્યારે આજે પ્રથમ દિવસે 32 ફોર્મ ચૂંટણી શાખા માંથી ઉપાડવામાં આવ્યા છે. પ્રથમ દિવસે એક સાથે 32 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, જેને લઇને આગામી દિવસોમાં હજુ પણ ફોર્મ ઉપડવાની શક્યતા વધી જતી જોવા મળે છે.
19 તારીખ સુધી ઉમેદવારી પત્ર રજૂ કરાશે: જુનાગઢ જિલ્લા કલેકટર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આજથી લઈને 19મી તારીખ સુધી બપોરના ત્રણ વાગ્યા દરમિયાન કોઈપણ વ્યક્તિ જુનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માગતા હોય તો તેઓએ તેમનું ઉમેદવારી પત્ર રજૂ કરવું આવશ્યક છે. ત્યારે પ્રથમ દિવસે 32 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. જેને લઈને પણ હવે આગામી દિવસોમાં ચૂંટણી ફોર્મ ઉપાડવાની લઈને હજુ પણ કેટલાક લોકો આવી શકે છે.
ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો: જુનાગઢ લોકસભા બેઠક પર મોટે ભાગે ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ થાય તેવી પણ પૂરી શક્યતા છે પરંતુ આજે 32 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે ત્યારે અપક્ષ અને અન્ય પક્ષો માંથી પણ આ ફોર્મ ઉપડ્યા હોવાની પૂરી શક્યતા છે.