ભુવનેશ્વરઃ 19 એપ્રિલથી દેશભરમાં લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ રહ્યું છે. તો બીજી તરફ રાજકારણીઓના કોઈપણ પક્ષમાં જોડાવાના સમાચાર હજુ પણ અટકી રહ્યા નથી. આ ક્રમમાં ઓડિશામાં ઓલિવૂડ અભિનેત્રી વર્ષા પ્રિયદર્શિની આજે બીજુ જનતા દળ (બીજેડી) માં જોડાયા છે. ભુવનેશ્વરમાં શંખ ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન રાજ્યસભા સાંસદ સસ્મિત પાત્રાની હાજરીમાં તેમને બીજેડી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ૉ
CM નવીન પટનાયક પાસેથી પ્રેરણા મળી: વર્ષા પ્રિયદર્શિની
બીજેડીમાં જોડાયા બાદ અભિનેત્રી વર્ષા પ્રિયદર્શિનીએ કહ્યું કે, હું મુખ્યમંત્રી નવીન પટનાયકની મોટી ફેન છું. નવીન પટનાયકનું વ્યક્તિત્વ અને લોકોમાં તેમની સ્વચ્છ છબી મને હંમેશા પ્રેરણા આપે છે. તે બોલવામાં ઓછું અને કામ કરવામાં વધારે માને છે. મને બીજેડીમાં જોડાવાની તક આપવા બદલ હું તેમનો ખૂબ આભારી છું.
વર્ષા પ્રિયદર્શિનીના પૂર્વ પતિ બીજેડી છોડીને ભાજપમાં જોડાયા છે
અભિનેત્રી વર્ષા પ્રિયદર્શિની કેન્દ્રપાડાના સાંસદ અનુભવ મોહંતીના પૂર્વ પત્ની છે. ઓડિશા હાઈકોર્ટે છૂટાછેડાની અરજી સ્વીકાર્યા બાદ થોડા મહિનાઓ પહેલા આ કપલ કાયદેસર રીતે અલગ થઈ ગયું હતું. અભિનેતામાંથી રાજકારણી બનેલા પ્રિયદર્શિનીના ભૂતપૂર્વ પતિ અને સાંસદ અનુભવ મોહંતી બીજેડી છોડીને પછી ભાજપમાં જોડાયા.