નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 43 ઉમેદવારોમાંથી 10 સામાન્ય ઉમેદવારો છે. રાહુલ કાસવા રાજસ્થાનના ચુરુથી ચૂંટણી લડશે. વૈભવ ગેહલોત જાલોરથી ચૂંટણી લડશે. જ્યારે ગુજરાતના 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
-
Congress releases the second list of candidates for the upcoming Lok Sabha elections.
— ANI (@ANI) March 12, 2024
Congress MP Gaurav Gogoi to contest from Jorhat, Assam. Nakul Nath to contest from Madhya Pradesh's Chhindwara. Rahul Kaswa to contest from Rajasthan's Churu and Vaibhav Gehlot to contest from… pic.twitter.com/oms2aliTqF
ગુજરાતના 8 ઉમેદવારોના નામની જાહેરાત
- બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
- અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
- અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા
- બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી
- વલસાડથી અનંત પટેલ
- પોરબંદરથી લલિત વસોયા
- કચ્છથી નીતિશભાઈ લાલન
- દમણથી કેતન પટેલ
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, 'કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ આસામના જોરહાટથી ચૂંટણી લડશે. નકુલ નાથ મધ્યપ્રદેશના છિંદવાડાથી ચૂંટણી લડશે. જ્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત જાલોરથી ચૂંટણી લડશે.