જુનાગઢ: લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ચૂંટણી ગતિવિધિઓ ખૂબ જ તેજ ગતિથી આગળ વધતી હોઈ શકે પરંતુ આ વખતે હજુ પણ ચૂંટણી પ્રચારમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી મેદાનમાં પ્રચારનું જે રણશિંગું ફૂંકવામાં આવતું હોય છે, તેમાં આજે ખૂબ જ નિરસતા જોવા મળે છે 7મી મેના દિવસે મતદાન થવા જઈ રહ્યું છે.
પ્રચારમાં નિરૂત્સાહ: આજના દિવસને મળીને કુલ 22 દિવસ જેટલો સમય મતદાનના દિવસ સુધી બાકી છે તેમ છતાં હજુ સુધી જુનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચારનું રણ મેદાન હોય છે, તેમાં ખૂબ જ નિરસતા જોવા મળી રહી છે. ભાજપ-કોંગ્રેસ કે કોઈપણ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર જૂનુનપૂર્વક અને એકદમ ઉત્સાહથી કરવામાં આવતો નથી,.
કાર્યાલયો પણ ઉત્સાહ વિહોણા: વર્ષ 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જાણે કે પ્રચાર મેદાનમાં એક યુદ્ધ શરૂ થયું હોય, તે પ્રકારે જુનાગઢ શહેરમાં પાર્ટીને લગતા બેનરો બોર્ડ ઝંડા પતાકા લગાવવામાં આવ્યા હતા. ગત વર્ષની ચૂંટણી દરમિયાન જાહેર હોર્ડીંગ છે. તેમાં ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી પ્રચાર અને પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે મતદારોને કરવામાં આવતી અપીલોની ભરમાળ જોવા મળતી હતી. પરંતુ આજના દિવસે જુનાગઢ શહેરમાં ભાજપ કે કોંગ્રેસનો કોઈપણ પ્રચાર અભિયાન જાહેર માર્ગ પર શરૂ થયું હોય, તેવું જોવા મળતુ નથી.
બુધવારે રામનવમીનો તહેવાર છે ત્યારે તેને લઈને જુનાગઢ શહેરમાં વાતાવરણ જોવા મળે છે, પરંતુ રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચારને લઈને જાણે કે નિરુત્સાહ જોવા મળતો હોય તે પ્રકારનું વાતાવરણ અને દ્રશ્યો પણ આજે કેમેરામાં કેદ થયા છે આવતી કાલે (16 એપ્રિલ) ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પોતાની ઉમેદવારી રજૂ કરવાના છે. 18મી તારીખે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પણ ઉમેદવારી પત્ર રજૂ કરશે સૌથી મોટી આ બે રાજકીય ગતિવિધિઓની વચ્ચે આજે પણ જુનાગઢમાં ચૂંટણી પ્રચારના રણમેદાનમાં બિલકુલ નિરાશા ભર્યો માહોલ જોવા મળે છે.