ETV Bharat / politics

'અનુપમા'ના કેશોદમાં યોજાયેલા પ્રથમ રોડ શોને મળ્યો નબળો પ્રતિસાદ, - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને લઈને હવે બે દિવસ જેટલો સમય બાકી છે ત્યારે ચૂંટણી પ્રચારમાં પણ તેજી આવી રહી છે તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલ ટેલિવિઝનના પડદાની અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ આજે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયાના સમર્થનમાં કેશોદ ખાતે રોડ શો કર્યો હતો.

કેશોદમાં રૂપાલી ગાંગુલીનો રોડ શો
કેશોદમાં રૂપાલી ગાંગુલીનો રોડ શો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 3, 2024, 10:50 PM IST

કેશોદમાં રૂપાલી ગાંગુલીનો રોડ શો (Etv Bharat Gujarat)

જુનાગઢ: લોકસભાની ત્રીજા તબક્કાના મતદાન ના પ્રચાર પડઘમ શાંત થવા માટે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પ્રચારમાં હવે રાજકીય રંગની સાથે ટેલિવુડનો રંગ પણ ઉમેરાતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે (2 મે 2024) દિલ્હી ખાતે ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરેલી ટેલિવિઝનના પડદાની ખ્યાતનામ અભિનેત્રી રૂપાલી ગાંગુલી આજે પ્રથમ વખત રાજકીય સેટ પર જોવા મળ્યા હતાં. પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાના ચૂંટણી પ્રચાર અર્થે રૂપાલી ગાંગુલીએ કેશોદ ખાતે રોડ શો કર્યો હતો.

કેશોદમાં રૂપાલી ગાંગુલીએ મનસુખ માંડવિયા માટે કર્યો ચૂંટણી પ્રચાર
કેશોદમાં રૂપાલી ગાંગુલીએ મનસુખ માંડવિયા માટે કર્યો ચૂંટણી પ્રચાર (Etv Bharat Gujarat)

મનસુખ માંડવીયા માટે માગ્યા મત: ટેલિવૂડની દુનિયામાં અનુપમા સિરિયલ થી ખ્યાતનામ બનેલી અને આ સિરિયલમાં અનુપમાનુ પાત્ર ભજવતી ઘરે ઘરે જાણીતી થયેલી રૂપાલી ગાંગુલી આજે પ્રથમ વખત રાજકીય રંગમંચ પર હાથ અજમાવતી જોવા મળી હતી. ભાજપરમાં જોડાયાના 24 કલાક બાદ આજે રૂપાલી ગાંગુલીએ રાજકીય મંચ પર પણ હાથ અજમાવીને ભાજપના ઉમેદવાર માટે મત માગ્યા હતા. પ્રથમ રોડ શોમાં ઉમેદવાર મનસુખ માંડવીયાની સાથે સ્થાનિક નેતાઓ અને અભિનેત્રી રૂપાલી ગાંગુલી જોડાઈ હતી પરંતુ લોકોનો જોઈએ તેટલો પ્રતિશાદ આ રોડ શોમાં જોવા મળ્યો ન હતો.

કેશોદની પસંદગી પાછળનું ચોક્કસ કારણ: રૂપાલી ગાંગુલીના પ્રથમ રોડ શોનું સ્થળ કેશોદ પસંદ કરવામાં આવ્યું તેને લઈને કોઈ ચોક્કસ અહેવાલો મળ્યા નથી, પરંતુ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ અનુસાર અનુપમા સિરિયલને કેશોદ માંથી સારો પ્રતિભાવ મળતો હશે તેના પરિમાણોને ધ્યાને રાખીને રૂપાલી ગાંગુલીનો રાજકારણના પદાર્પણનો પ્રથમ રોડ રહ્યો. કેશોદ ખાતે આયોજિત થયો હતો પરંતુ તેમાં જોઈએ તેટલું માનવ મહેરામણ હાજર રહ્યું ન હતું.

  1. અનુપમા ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ - Anupama Rupali Ganguli Joined BJP
  2. ઉડિયા અભિનેત્રી વર્ષા પ્રિયદર્શિની BJDમાં જોડાઈ, આ રાજકારણી પાસેથી મળી પ્રેરણા - Varsha Priyadarshini Joins BJD

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.