ETV Bharat / politics

ભાજપની તાનાશાહીનો જવાબ મતથી આપજો, ભાવનગરમાં રોડ શોમાં બોલ્યા સુનિતા કેજરીવાલ - Sunita Kejriwal Road show

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની અને આપના સ્ટાર પ્રચારક સુનિતા કેજરીવાલ ભાવનગરમાં પ્રચાર અર્થે આવ્યા હતાં. ભાવનગરમાં તેમણે એક રોડ શો કર્યો જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. Sunita Kejriwal s road show in Bhavnagar

ભાવનગરમાં કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલનો રોડ શો
ભાવનગરમાં કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલનો રોડ શો (Image source by ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 10:05 PM IST

ભાવનગરમાં કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલનો રોડ શો (Video source by ANI)

ભાવનગર: લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સંજય સિંહ, ભગવંત માન સહિતના ટોચના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી ચુક્યા છે, ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની અને આપના સ્ટાર પ્રચારક સુનિતા કેજરીવાલ ભાવનગરમાં પ્રચાર અર્થે આવ્યા હતાં. સુનિતા કેજરીવાલે ભાવનગરમાં એક રોડ શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતાં. લોકોને સંબોધન કરતા સુનિતા કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતાં. સુનિતા કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે, ભાજપની તાનાશાહીનો જવાબ પોતાના મતથી આપજો.

સુનિતા કેજરીવાલે ભાવનગરમાં લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ઉમેશ મકવાણાને મેદાને ઉતાર્યા છે. જેમનો સામનો ભાજપના લોકસભા ઉમેદવાર નિમુબેન બાંભણિયા સાથે થઈ રહ્યો છે.

ભાવનગર લોકસભા બેઠક માટે સીટીંગ સાંસદ ડો. ભારતીબેનનું પત્તું કાપી ભાજપે પૂર્વ મેયર નિમુબેન બાંભણિયાને આ વખતે ટિકિટ ફાળવી છે. ભાવનગર લોકસભા બેઠક માટે ભાજપે આપના ઉમેદવાર ઉમેશ મકવાણા સામે સાંસદ ડો.ભારતીબહેન શિયાળના સ્થાને પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને મેદાનમાં ઉતર્યા છે. ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપે ફરી કોળી મહિલા ઉમેદવારની પસંદગી કરી છે.

કોંગ્રેસે ભાવનગરની બેઠક આપ ને ફાળવતા ભાવનગરની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે હવે ભાજપના નિમુબેન બાંભણિયાની સીધી ફાઈટ રહેશે. ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા પૂર્વ મેયર ઉપરાંત રાજકોટના પ્રભારી તરીકે પણ સફળ કામગીરી બજાવી ચૂક્યા છે.

  1. કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયાકુમારે સુનીતા કેજરીવાલ સાથે મુલાકાત કરી, બેઠક બાદ કહ્યું કે, આ તાનાશાહી સામે લડીશું. - KANHAIYA MEETS SUNITA KEJRIWAL
  2. રાજ્યસભા સાંસદ સંજયસિંહનું મોટું નિવેદન, એવો કોઈ નિયમ નથી કે અરવિંદ કેજરીવાલને તેમની પત્નીને મળવા ન દેવાય - Sanjay singh on Sunita kejriwal

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.