જુનાગઢ: 11 ઉમેદવારો વચ્ચે જુનાગઢ બેઠક પર જંગ: લોકસભાની સામાન્ય ચૂંટણીનું ચિત્ર 13 જુનાગઢ લોકસભા બેઠક પર આજે બિલકુલ સ્પષ્ટ થયું છે ભાજપ કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટીની સાથે સ્થાનિક લોક પાર્ટી અને રાઇટ ટુ રિકોલ પાર્ટીની સાથે અન્ય છ અપક્ષ ઉમેદવારો જુનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં જોવા મળશે આજે ઉમેદવારી પત્રો પરત લેવાના અંતિમ દિવસે 22 પૈકી 11 ઉમેદવારે તેમનું ચૂંટણી ઉમેદવારી પત્ર પરત લેતા કુલ 11 ઉમેદવારો વચ્ચે જુનાગઢ લોકસભા બેઠકનો ચૂંટણી જંગ જામશે 20 તારીખે ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ 26 માંથી ચાર ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ 22 ઉમેદવારો ના ઉમેદવારી પત્રો માન્ય રખાયા હતા
લોકસભાના ઉમેદવારોની યાદી: જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમાની સાથે કોંગ્રેસના હીરાભાઈ જોટવા, બહુજન સમાજ પાર્ટીના જયંતીલાલ માકડીયા, લોક પાર્ટીના અલ્પેશ ત્રાંબડીયા, રાઇટ ટુ રિકોલ પાર્ટીના ઈશ્વર સોલંકીની સાથે મળીને કુલ છ અપક્ષ ઉમેદવારો આરબ હાસમ, ગોરધન ગોહેલ ડાકી, નાથાભાઈ દેવેન્દ્ર મોતીવરસ, ભાવેશ બોરીચાગર અને વાઢેર દાનસિંગ વચ્ચે જુનાગઢ લોકસભા બેઠક જીતવા ચૂંટણી જંગ ખેલાશે.
માણાવદર વિધાનસભામાં ચાર ઉમેદવારો: જુનાગઢ લોકસભાની સાથે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પણ આયોજિત થવા જઈ રહી છે જેમાં ભાજપના અરવિંદ લાડાણીની સાથે કોંગ્રેસના હરિભાઈ કણસાગરા તેમજ અન્ય બે અપક્ષ મળીને કુલ ચાર ઉમેદવારો વિધાનસભાની પેટા ચૂંટણીમાં જોવા મળશે સામાન્ય રીતે માણાવદર વિધાનસભાની ચૂંટણીનો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે.