નવી દિલ્હી: CPI સંસદીય સમૂહના નેતા બિનોય વિશ્વમે મુખ્ય ચૂંટણી કમિશનરને ભાજપના નેતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદર્શ આચાર સંહિતાની અવગણના અંગે પત્ર લખ્યો હતો. કેરળના સીપીઆઈ સાંસદે કહ્યું કે પીએમ અને બીજેપીના અન્ય નેતાઓના ભાષણો માત્ર નિંદાપાત્ર નથી પરંતુ ચોક્કસ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ પેદા કરે તેવા ઉશ્કેરણીજનક પણ હોય છે.
સીપીઆઈ સાંસદે ભારતના ચૂંટણી પંચને આ બાબતની ગંભીરતાનું મૂલ્યાંકન કર્યા પછી કડક પગલાં લેવા વિનંતી કરી છે, કારણ કે હાલમાં જ રાજસ્થાનના બાંસવાડામાં કરેલી એક જનસભામાં વડાપ્રધાન મોદીનું ભાષણ માત્ર આદર્શ આચાર સંહિતા અને ચૂંટણીના ધોરણોને જ નહીં પરંતુ બંધારણીય મૂલ્યોની પણ અવગણના કરતુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ચૂંટણી પંચની નિષ્પક્ષતામાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે ECI દ્વારા મજબૂત પગલાં માંગ કરી છે.