ભુવનેશ્વર: ભારતીય જનતા પાર્ટીના નેતા અને પુરી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાની ભગવાન જગન્નાથને લઈને કરેલી 'વિવાદાસ્પદ' ટિપ્પણી માટે તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. બાદમાં તેમને પોતાની ભૂલનો અહેસાસ થતા તેમણે પોતાના નિવેદનની સ્પષ્ટતા કરતા, 'સ્લિપ ઓફ ધ ટંગ' માટે માફી માંગી અને માફી તરીકે ભગવાન જગન્નાથના નામ પર તપસ્યા કરવાનું કહ્યું.
વિવિધ ચેનલોને બાઈટ આપતી વખતે જીભ લપસી: પુરી લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પાત્રા સોમવારે ઓડિશામાં વિવાદમાં આવ્યા જ્યારે તેમણે એક સ્થાનિક ન્યૂઝ ચેનલને કહ્યું, 'ભગવાન જગન્નાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત છે.' બાદમાં તેણે તેને 'સ્લિપ ઓફ ધ ટંગ' કહ્યું. સોમવારે રાતની ટિપ્પણી અંગે પાત્રાએ કહ્યું, 'આજે મારું એક નિવેદન વિવાદાસ્પદ બન્યું છે.'
તેમણે કહ્યું, 'આ ત્યારે હતું જ્યારે પુરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પૂરો થયો હતો અને હું ઘણી મીડિયા ચેનલોને બાઇટ્સ આપી રહ્યો હતો. મેં લગભગ 15-16 ચેનલોને બાઈટ આપી હતી જેમાં હું પુનરોચ્ચાર કરતો હતો કે વડાપ્રધાન મોદી મહાપ્રભુ જગન્નાથજીના પ્રખર ભક્ત છે. પાત્રાએ કહ્યું, 'ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને તે પહેલા પણ પીએમ મોદી નિયમિતપણે અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની મુલાકાત લેતા હતા અને પ્રાર્થના કરતા હતા.'
સંબિત પાત્રાએ સ્વીકારી હતી ભૂલ બન્યું એવું કે લોકોની ભીડ, ગરમ વાતાવરણ અને ઘોંઘાટ વચ્ચે મેં અજાણતામાં હું જે કહેતો હતો તેનાથી બિલકુલ વિરુદ્ધ બોલ્યો. મેં ભૂલથી કહ્યું કે ભગવાન જગન્નાથ પીએમ મોદીના ભક્ત છે. આવું ન હોઈ શકે.
કોઈ પણ યોગ્ય વિચારધારા ધરાવનાર વ્યક્તિ એમ ન કહી શકે કે ભગવાન કોઈ મનુષ્યનો ભક્ત છે. આ ભૂલ એક ચેનલને બાઈટ આપતી વખતે અજાણતા થઈ હતી. પાત્રાએ કહ્યું, 'હું સંમત છું કે મારા નિવેદનથી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે, પરંતુ ભગવાન પણ જ્યારે કોઈ વ્યક્તિ અજાણતા ભૂલ કરે છે ત્યારે તેને માફ કરી દે છે. તેણે વધુ સ્પષ્ટતા કરી, 'આ ભૂલ કરવાનો મારો ઈરાદો ક્યારેય નહોતો. મહાપ્રભુ જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે અને હું સેંકડો અને હજારો ઉડિયા લોકો જેવો પ્રખર ભક્ત છું. મને લાગે છે કે અજાણતા 'જીભ લપસી' માટે મારે માફી માંગવી જોઈએ અને ભગવાન પાસે પ્રાયશ્ચિત કરવું જોઈએ. પાત્રાએ કહ્યું, 'તેથી મેં માફી માટે ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે.' લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી.
મુખ્યપ્રધાન નવીન પટનાયક કરી ટીકા: પાત્રાની આ ટિપ્પણી વિશે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે તીવ્ર ટીકા કરી હતી. તેમણે પાત્રાના આ નિવેદનને ભગવાનનું 'અપમાન' ગણાવ્યું. મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને માણસનો ભક્ત કહેવો એ ભગવાનનું અપમાન છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ એક્સ પર લખ્યુ કે, આનાથી વિશ્વભરના કરોડો જગન્નાથજીના ભક્તો અન ઉડિયા લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે અને તેમની આસ્થાનું અપમાન કરાયું છે.
ભગવાન ઉડિયા અસ્મિતાનું સૌથી મોટું પ્રતીક છે. મુખ્યમંત્રીએ લખ્યું કે, ' પુરી લોકસભાના ભાજપ ઉમેદવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનની હું સખત નિંદા કરું છું. હું ભાજપને અપીલ કરું છું કે ભગવાનને કોઈપણ રાજકીય ચર્ચાથી ઉપર રાખો. આમ કરીને તમે ઓડિયાની અસ્મિતાની ઊંડી ઠેસ પહોંચાડી છે અને ઓડિશાના લોકો તેને લાંબા સમય સુધી યાદ રાખશે અને તેની નિંદા કરશે.
પાત્રાએ સીએમ નવીન પટનાયકને અપીલ કરી: નવીન પટનાયકને સંબોધિત પોતાની સ્પષ્ટતામાં પાત્રાએ કહ્યું, 'સર,કોઈ અસ્તિત્વહીન મુદ્દાને મુદ્દો ન બનાવો. આપણે બધાની ક્યારેકને ક્યારેક જીભ લપસી જાય છે. કોંગ્રેસે પણ ભગવાન જગન્નાથજી સાથે જોડાયેલી ટિપ્પણી પર પ્રહાર કર્યા છે અને માફી માગવાનું કહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ સોમવારે લસવારે પવિત્ર
આભારી અને અભિલાષી!' ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી ટિપ્પણી બદલ કોંગ્રેસે પાત્રા પર હુમલો કર્યો અને માફી માંગવા કહ્યું. વડાપ્રધાન મોદીએ સોમવારે સવારે પવિત્ર શહેર પુરીમાં ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા સાથે રોડ શો યોજ્યો હતો. પાત્રા 2019માં બીજેડીના પિનાકી મિશ્રા સામે ચૂંટણી હારી ગયા હતા. આ વખતે તેમનો મુકાબલો કોંગ્રેસના જયા નારાયણ પટનાયક અને બીજેડીના અરૂપ પટનાયક સાથે છે.