હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે શનિવાર, 1 જૂનના રોજ સવારે 7ના ટકોરે મતદાન શરૂ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે, આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 57 લોકસભા સીટો પર મતદાન થવા જઈ રહ્યું છે. સાતમાં તબક્કામાં કુલ 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
5 વાગ્યા સુધીમાં 58.34 ટકા મતદાન
8 રાજ્યોમાં 5 વાગ્યા સુધીમાં 58.34 ટકા મતદાન, સૌથી વધુ ઝારખંડમાં 60.14 ટકા મતદાન થયું
1 વાગ્યા સુધીમાં 40.09 ટકા મતદાન
બિહાર (8 બેઠકો): 35.65
ચંદીગઢ (1 સીટ): 40.14
હિમાચલ પ્રદેશ (4 બેઠકો): 48.63
ઝારખંડ (3 બેઠકો): 46.80
ઓડિશા (6 બેઠકો): 37.80
પંજાબ (13 બેઠકો): 39.31
ઉત્તર પ્રદેશ (13 બેઠકો): 39.31
પશ્ચિમ બંગાળ (9 બેઠકો): 45.07
8 રાજ્યોમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26.30 ટકા મતદાન
બિહાર (8 બેઠકો): 24.25
ચંદીગઢ (1 સીટ): 25.03
હિમાચલ પ્રદેશ (4 બેઠકો): 31.92
ઝારખંડ (3 બેઠકો): 29.55
ઓડિશા (6 બેઠકો): 22.64
પંજાબ (13 બેઠકો): 23.91
ઉત્તર પ્રદેશ (13 બેઠકો): 28.02
પશ્ચિમ બંગાળ (9 બેઠકો): 28.10
8 રાજ્યોમાં 9 વાગ્યા સુધીમાં 11.31 ટકા મતદાન, પશ્ચિમ બંગાળ અગ્રેસર
બિહાર (8 બેઠકો): 10.58
ચંદીગઢ (1 સીટ): 11.64
હિમાચલ પ્રદેશ (4 બેઠકો): 14.35
ઝારખંડ (3 બેઠકો): 12.15
ઓડિશા (6 બેઠકો): 7.69
પંજાબ (13 બેઠકો): 9.64
ઉત્તર પ્રદેશ (13 બેઠકો): 12.94
પશ્ચિમ બંગાળ (9 બેઠકો): 12.63
આજે ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ચંદીગઢના સંસદીય વિસ્તારોમાં ચૂંટણી યોજાઈ રહી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. માહિતી અનુસાર, આ તબક્કામાં પંજાબમાંથી 328, ઉત્તર પ્રદેશથી 144, બિહારથી 13400, ઓડિશાથી 66, ઝારખંડથી 52, હિમાચલ પ્રદેશથી 37 અને ચંદીગઢથી 4 ઉમેદવારો મેદાનમાં છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ કર્યુ મતદાન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરના એક મતદાન મથક પર મતદાન કર્યું.
RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, બિહારના ભૂતપૂર્વ CM રાબડી દેવી અને સારણ લોકસભા મતવિસ્તારના RJD ઉમેદવાર રોહિણી આચાર્યે અંતિમ તબક્કામાં પટનાના એક મતદાન મથક પર મતદાન કર્યું.
આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ મતદાન કર્યુ
કોલકાતા: CPI(M)ના ઉમેદવાર સાયરા શાહ હલીમ દક્ષિણ કોલકાતા લોકસભા બેઠક પરના મતદાન મથક પરથી મતદાન કર્યુ
કોલકાતામાં ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ પોતાનો મત આપ્યો.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને AAP નેતા હરભજન સિંહે સાતમા તબક્કામાં પંજાબના જલંધરના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
ઉત્તર પ્રદેશના ગોરખપુર લોકસભા મતવિસ્તારના ભાજપ ઉમેદવાર રવિ કિશનએ અંતિમ તબક્કામાં ગોરખપુરના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યુ.
ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી ઓમ પ્રકાશ રાજભરે બલિયાના એક મતદાન મથક પર મતદાન કર્યુ.