ETV Bharat / politics

સુરતમાં ક્ષત્રિયોએ પાટીલ સમક્ષ ભાજપને સમર્થન જાહેર કર્યુ, કહ્યુ મોદી સામે નહીં રૂપાલા સામે નારાજગી - lok Sabha election 2024 - LOK SABHA ELECTION 2024

ગુજરાતમાં 7મી મેએ મતદાન થવા જઈ રહ્યું છે અને આગામી મહિનામાં પીએમ મોદી પણ ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે રૂપાલા મામલે ક્ષત્રિય સમાજનો વિવાદ કે વિરોધ તેમની રેલી કે જનસભામાં જોવા મળે તે માટે સીઆર પાટીલ કામે લાગ્યા છે અને તેમની મહેનત આંશિક ફળી રહી છે. ત્યારે સુરત ખાતે પાટીલના કાર્યાલય પર 115થી પણ વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહીને ભાજપને સમર્થન જાહેર કર્યુ હતું. Kshatriya people support to Bjp in Surat

સુરતમાં ક્ષત્રિયોએ પાટીલ સમક્ષ ભાજપને સમર્થન જાહેર કર્યુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 10:11 PM IST

સુરતમાં ક્ષત્રિયોએ પાટીલ સમક્ષ ભાજપને સમર્થન જાહેર કર્યુ

સુરત: રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમના વિવાદિત નિવેદનને લઈ અત્યાર સુધી ક્ષત્રિય સમાજ તેમને માફ કરવા તૈયાર નથી આ વચ્ચે સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યાલય પર 115 થી પણ વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહી ભાજપને ટેકો જાહેર કર્યો હતો.

સ્વાભાવિક છે તેઓને ખોટું લાગ્યું છે , સમાજ ના ૧૦૮ લોકો હાજર છે. લોકો જણાવે છે કે નારાજગી રૂપાલા સામે છે પીએમ મોદી સામે નારાજગી નથી, આ માટે તેઓ સામે થી આવ્યા છે. અમે વિરોધ રૂપાલા સુધી મર્યાદીત રાખી ભાજપને સમર્થન આપીશું .

નવસારી અને સુરત શહેર સહિત જિલ્લાના આશરે 115 થી પણ વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો આજે સીઆર પાટીલના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેઓએ પીએમ મોદી અને ભાજપને ટેકો જાહેર કર્યો છે. નવસારી ક્ષત્રિય સમાજના આગેવાન શૈલેન્દ્રસિંહ ને જણાવ્યું હતું કે, અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી કોઈ પણ પ્રકારની નારાજગી નથી. અમે ભાજપ સાથે રહીશું. રૂપાલા સામે અમારો વિરોધ યથાવત રહેશે.

આ તકે સંબોધન કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ક્ષત્રિયોનો ઇતિહાસ છે તેઓ મોટું હૃદય રાખી માફી આપે છે અને જરૂર પડ્યે આ ખમીરવંતા સમાજે જાનની આહુતિ પણ આપી છે. અમારો ટાર્ગેટ છે ૫ લાખની લીડ માટે અપેક્ષા અને વિનંતી છે કે તમામ ઉમેદવારોને વિજયી કરે.

મહત્વપૂર્ણ છે કે, આગામી 1 અને 2મેના રોજ પીએમ મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યાં છે, જેથી ભાજપ હવે ક્ષત્રિય સમાજના વિરોધનો નિવેડો લાવવાના પ્રયાસ પુરજોશ માં કરી રહી છે.

  1. ગુજરાતના સ્થાપના દિને વડાપ્રધાન રાજ્યની 2 દિવસીય મુલાકાતે, 14 લોકસભા બેઠક પર પ્રચારનું 'વાવાઝોડું' ફુંકાશે - Loksabha Election 2024
  2. પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ, 2 દિવસમાં ગજવશે 6 જાહેરસભા - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.