પાટણ: ઈટીવી ભારતે મહેસાણા લોકસભા બેઠક પરી કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે અનેક મુદ્દે વાત કરી હતી સાથે જ પોતાની જીતનો પ્રબળ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
ઈટીવી ભારત: રાહુલ ગાંધીની સભાથી ઉત્તર ગુજરાતની ચારથી ટોપર કોંગ્રેસને કેટલો ફાયદો થશે ?
રામજી ઠાકોર: મહેસાણામાં કોંગ્રેસ મોવડી મંડળે પ્રથમવાર સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂત પુત્રને લોકસભાની ટિકિટ આપી છે. એક બાજુ અયોધ્યામાં રામજી બિરાજમાન થયા છે અને બીજી બાજુ મેસાણામાં રામજી લડવા આવ્યો છે. કોંગ્રેસ બનાસકાંઠા, પાટણ અને મહેસાણાની ત્રણે સીટ જીતશે. લોકો પરિવર્તનની લહેર જોવા માંગે છે. લોકો મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ તમામ ક્ષેત્રે સરકાર નિષ્ફળ ગઈ છે. ખેડૂતો પરેશાન છે. આ વખતે કોઈ જાદુ ચાલવાનો નથી. આ વખતે કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે.
ઈટીવી ભારત: ભાજપ ગુજરાતની તમામ સીટો પાંચ લાખથી વધુ મતથી જીતવાનો દાવો કરે છે. કોંગ્રેસના જીવાભાઇ છેલ્લે 2004માં મહેસાણાથી જીત્યા હતા. તમારી માટે આ સીટ પર કેવો પડકાર છે.
રામજી ઠાકોર: મહેસાણાની પ્રજા ખૂબ સાણી અને સમજુ છે. પ્રજા સમયાંતર એ પોતાનો નિર્ણય લે છે છેલ્લા 28 વર્ષના શાસન થી પ્રજા તાહિમામ થઈ છે પ્રજા પરિવર્તન લાવવા ઈચ્છે છે મહેસાણા નો વિકાસ થયો નથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણામાં 10,000 કરોડનું પેકેજ જાહેર કરીને ગયા હતા મહેસાણા અને સ્માર્ટ સિટી બનાવવાનો વાયદો કર્યો હતો તમામ વાયદાઓ પોકાર નીકળ્યા છે મહેસાણામાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી મહેસાણા ની પ્રજા આ વખતે પરિવર્તન લાવવાની છે
ઈટીવી ભારત: મહેસાણાના કયા એવા સ્થાનિક પ્રશ્નો લઈને તમે મતદારો સમક્ષ જશો. ભાજપે ઉત્તર ગુજરાતમાં વિકાસના દાવાઓ કર્યા છે.
રામજી ઠાકોર: મહેસાણામાં ઔદ્યોગિક વિકાસ શૂન્ય બરાબર છે. મહેસાણાના યુવાનો બેરોજગાર છે. મહેસાણામાં કોઈ ખાસ વ્યવસ્થા નથી. ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી છે. દરેક કામોમાં મોટા ભ્રષ્ટાચાર થયા છે. વિસનગરનો પુલ જર્જરી હાલતમાં છે. ખેડૂતના સિંચાઈનો વિકટ પ્રશ્નો છે. ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે. તેમને પોષણક્ષમ ભાવ નથી મળતા. ખેડૂતો દેવાદાર થઈ ગયા છે. આ વખતે મહેસાણાની પ્રજા રામજી ઠાકોર અને પરિવર્તનની સાથે છે.
ઈટીવી ભારત: સરકારે દાવો કર્યો છે કે ગુજરાતમાં ઘરે ઘરે નરથી જળ યોજના હેઠળ પાણી આપવામાં આવ્યું છે. નર્મદાના નીરથી ઉત્તર ગુજરાતના ડેમ અને તળાવ ભરવામાં આવે છે.
રામજી ઠાકોર: વર્ષો વીતી ગયા જ્યારે કોંગ્રેસની સરકાર રહી 1983 માં ધરોઈ ડેમ નું નિર્માણ થયું હતું. ભાજપના શાસનમાં એક પણ ડેમ બન્યા નથી. મહેસાણામાં સિંચાઈની કોઈ વ્યવસ્થા થઈ નથી. પાણીના તળ નીચા ગયા છે. નળથી જળની વાટ પોકળ છે. જમીને હકીકત જુદી છે.