લખનઉ: ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ અને વર્તમાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની લોકપ્રિયતા દિવસેને દિવસે ઝડપથી વધી રહી છે. લગભગ દોઢ વર્ષ પહેલાં, બંને નેતાઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (તે સમયે ટ્વિટર) પર 14 મિલિયન ફોલોઅર્સ હતા. લાંબા સમયથી બંનેના ફોલોઅર્સમાં કોઈ ફરક નહોતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ છે કે તેઓ દેશભરના મુખ્યમંત્રીઓમાં નંબર વન બની ગયા છે અને તેમના ફોલોઅર્સની સંખ્યા પણ વધી ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના ફોલોઅર્સની સંખ્યા 27.4 મિલિયન સુધી પહોંચી ગઈ છે.જ્યારે અખિલેશ યાદવની સંખ્યા 19 મિલિયનની નજીક છે.
સોશિયલ મીડિયા પર સીએમ યોગી આદિત્યનાથની લોકપ્રિયતા એક નવા સ્તરે પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી લોકપ્રિય રાજનેતાઓમાં સામેલ સીએમ યોગી હવે ફોલોઅર્સની બાબતમાં દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી બની ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સીએમ યોગીનું પર્સનલ એકાઉન્ટ @myogiadityanath પર કુલ 2.74 કરોડથી વધુ ફોલોઅર્સ છે. આ સાથે તેમણે X પર ફોલોઅર્સની બાબતમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (2.73 કરોડ)ને પાછળ છોડી દીધા છે. તેની સાથે સીએમ યોગી પીએમ મોદી અને અમિત શાહ પછી X પર ત્રીજા સૌથી લોકપ્રિય રાજનેતા બની ગયા છે. X પર પીએમ મોદીના 9.51 કરોડથી વધુ ફોલોઅર્સ છે જ્યારે અમિત શાહના 3.44 કરોડ ફોલોઅર્સ છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સોશિયલ મીડિયાની પહોંચ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા અગ્રણી રાજકીય વ્યક્તિઓ કરતાં વધુ છે, જેમના ફેસબુક પર અનુક્રમે 24.8 મિલિયન અને 19.1 મિલિયન ફોલોઅર્સ છે. તેમના અંગત X એકાઉન્ટ ઉપરાંત, યોગી આદિત્યનાથનું વ્યક્તિગત ઓફિસ એકાઉન્ટ @myogioffice પણ પણ ખુબ ધ્યાન આકર્ષક કરે તેમ છે. જેમાં 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જાન્યુઆરી 2019માં શરૂ થયેલું આ એકાઉન્ટ દેશનું સૌથી મોટું વ્યક્તિગત ઓફિસ એકાઉન્ટ બની ગયું છે.