વલસાડ: આજે વિજય મુહૂર્ત સાથે ભાજપના ઉમેદવાર ધવલ પટેલે વલસાડના જાણીતા તડકેશ્વર મહાદેવ મંદિર દર્શન કરી પરિવારજનોએ મીઠું કરાવી રેલી આકારે કલેક્ટર કચેરીએ પહોંચીને પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાયો હતો તેમણે નરેન્દ્ર મોદી દ્વારા આ વિવિધ યોજનામાં કરેલા વિકાસલક્ષી કામોને ગણાવી આગામી સમયમાં પણ વિકસિત વલસાડ બનાવવાનો પણ નક્કી કરી પાંચ લાખ કરતાં વધુ વોટ ની લીડ થી વલસાડની બેઠક વિજેતા બનશે નો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ દ્વારા આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરે તે પૂર્વે વહેલી સવારે પોતાના ઘર નજીક આવેલા તડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તડકેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા સાથે જ પરિવારજનોએ તેમને મીઠું કરાવી દહી ખવડાવીને જીતના આશીર્વાદ પણ આપ્યા હતા.
વલસાડ નજીકમાં આવેલા સીબી સ્કૂલના મેદાન ઉપર ઉમેદવારી ફોર્મ ભરવા પૂર્વે એક વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ એ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વલસાડની બેઠક વિજય બનાવી કમળ તેમને મોકલવાનો છે જેને લઇને તેમણે સરકારની વિવિધ યોજનાઓ અંગે કાર્યકર્તાઓને જાણકારી આપી કામે લાગી જવા જણાવ્યું હતું
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ઉમેદવારી ફોર્મ ભરવા પૂરને આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં જણાવ્યું કે જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ લોકોને 190 જેટલી વિવિધ યોજનાઓ આપી છે તેને જોતા એ આયુષ્યમાન કાર્ડ યોજના હોય કે મફત રાસન આપવાની યોજના કે મહિલાઓને ગેસ સિલિન્ડર પુરા પાડવાની યોજના આ તમામ યોજનાઓ ને જોતા લોકો તેમને જ સમર્થન કરશે એ વાત નક્કી છે દેશના વિકાસ અને વૈશ્વિક સ્તરે દેશને મજબૂત કરવા તેમજ વિકસિત વલસાડ બનાવવા માટે ચોક્કસપણે વલસાડની બેઠક પાંચ લાખ કરતાં વધુ મતોની લીડ થી જીતશું તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો
સીબી સ્કૂલ નજીક આવેલા મેદાન ઉપર ઉમેદવારી ફોર્મ ભરવા પૂર્વે પ્રભારી મંત્રી નાણાપ્રધાન ધારાસભ્ય એમ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સંયોજકો સહિત મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા. જય બાદ કાર્યક્રમ પૂર્ણ થયેલ વિજય મુહૂર્તમાં રેલી આકારે ખુલ્લી જીપમાં ધવલ પટેલ કલેક્ટર કચેરી સુધી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે સમર્થન માં વલસાડ જિલ્લાની વિધાનસભાના તેમજ ડાંગના ધારાસભ્ય જિલ્લાના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.