હૈદરાબાદઃ 19મી જૂનના રોજ હાઉસ ફોરેન અફેર્સ કમિટીના રિપબ્લિકન અધ્યક્ષ માઈકલ મેકકોલના નેતૃત્વમાં યુએસ કોંગ્રેસનું 7 સભ્યોનું દ્વિપક્ષીય કોંગ્રેસ પ્રતિનિધિમંડળ ધર્મશાળામાં પવિત્ર 14મા દલાઈ લામાને મળવા માટે આવ્યા હતા. 12મી જૂનના રોજ યુએસએના બંને ગૃહો દ્વારા તિબેટ-ચીન વિવાદ અધિનિયમના ઠરાવને પ્રોત્સાહન આપવા પહેલાની આ મુલાકાતને રિઝોલ્વ તિબેટ એક્ટ તરીકે પણ ગણવામાં આવી રહી છે. આ મુલાકાતથી દેખીતી રીતે જ ચીનના પેટમાં તેલ રેડાયું છે.
ચીન દ્વારા તિબેટ પર ગેરકાયદેસર કબજા વિરુદ્ધ અમેરિકાએ સ્ટેન્ડ લીધું છે. રિઝોલ્વ તિબેટ અધિનિયમએ તિબેટીયન લોકોની બહુ-આયામી સામાજિક-સાંસ્કૃતિક ઓળખ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને તેમની અલગ ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય ઓળખને અધિકૃત કરે છે. દલાઈ લામાની મુલાકાત અંગે ચીનની પ્રતિક્રિયા અપેક્ષા પ્રમાણે ખૂબ જ તીખી રહી હતી. ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે 20 જૂનના રોજ પ્રકાશિત કરેલા ઓપેડમાં પેલોસી પર મૂળ અમેરિકનોના દુ:ખદ અનુભવને ભૂલી જવાનો અને તેના બદલે ઝિઝાંગ (તિબેટ) વિશે બેજવાબદાર ટિપ્પણી કરવા માટે ઉત્સાહી હોવાનો આરોપ મૂક્યો હતો. તેણે "રિઝોલ્વ તિબેટ એક્ટ" ને એક નકામા કાગળ તરીકે દર્શાવ્યું. દલાઈ લામાને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા વધુને વધુ ધિક્કારવામાં આવતા અલગતાવાદી તરીકે ઓળખાવતા આ પેપરે અભિપ્રાય છાપ્યો હતો કે, યુએસના રાજકારણીઓ દલાઈ લામા કાર્ડ દ્વારા ચીન માટે અવરોધો ઉભા કરી શકે છે. જે હકીતમાં અયોગ્ય છે. ચીન એવો પણ આરોપ લગાવે છે કે, દલાઈ લામા સંપૂર્ણપણે ધાર્મિક વ્યક્તિ નથી.
1950માં સામ્યવાદી ચીને તિબેટ પર આક્રમણ કર્યું અને તેને કબજે કર્યા પછી, વધુને વધુ હાન લોકોને ત્યાં સ્થાયી કરીને પ્રદેશની વસ્તીને બદલીને, ચીને તિબેટીયન ઓળખને હાન ઓળખમાં બળજબરીથી પરિવર્તીત કરી. એવું દૃઢપણે માનવામાં આવે છે કે લાખો તિબેટીયન બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરવામાં આવ્યા હતા. નાની ઉંમરે તેમણે બોર્ડિંગ શાળાઓમાં મોકલવામાં આવ્યા હતા. તેઓને મેન્ડરિન, સામ્યવાદ શીખવવામાં આવતું હતું અને પરંપરાગત તિબેટીયન સંસ્કૃતિથી સાવચેતીપૂર્વક દૂર રાખવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે એક કિસ્સો ગધુન ઘોકી ન્યમાનો છે. 6 વર્ષના છોકરાને દલાઈ લામા દ્વારા 1995માં 11મા પંચેન લામા તરીકે માન્યતા આપવામાં આવી હતી. (તિબેટીયન પરંપરામાં, દરેક દલાઈ લામા આગામી પંચેન લામાને ઓળખે છે, જે દલાઈ લામા પછી બીજા ક્રમની સર્વોચ્ચ આધ્યાત્મિક વ્યક્તિ છે). આ ઓળખના 2 દિવસમાં છોકરાનું ચીની દળો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેનું ઠેકાણું આજદિન સુધી જાણી શકાયું નથી. ચીને તરત જ 11મા પંચેન લામા તરીકે સિયાન કેન નોર્બુની નિમણૂક કરી હતી. જે દેખીતી રીતે દલાઈ લામા દ્વારા માન્ય ન હતા. વર્તમાન પંચેન લામા અપેક્ષિત રીતે ચાઈનીઝ વંશજ છે.
ચાઇના તિબેટના ખનિજોમાં રસ ધરાવે છે કારણ કે, આ ઉચ્ચપ્રદેશમા કોલસા, તાંબુ, ક્રોમિયમ, લિથિયમ, ઝિંક, સીસું, બોરોનના વિશાળ ભંડાર છે અને તે હાઈડલ પાવર અને મિનરલ વોટરનો મુખ્ય સ્ત્રોત છે. આ કારણે જ ચીન આ પ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપથી વિકાસ કરી રહ્યું છે. જોકે અવિવેકી ખાણકામ અને ઔદ્યોગિકીકરણને કારણે સ્થાનિક વસ્તીના ગભરાટ માટે ગંભીર પર્યાવરણીય જોખમ ઊભું થયું છે. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ અત્યાર સુધી આ વિરોધ નિરર્થક રહ્યો છે. તિબેટના વિશાળ જળ સંસાધનો અને નદી પર નિયંત્રણ કરીને ચીન તેના પડોશીઓને પણ હરાવવા માંગે છે.
તિબેટમાં યુએસની રુચિ કોઈ નવીન બાબત નથી. 1950 થી 1971 સુધી યુએસએની નીતિ સામ્યવાદી ચીનને તમામ સંભવિત માધ્યમોથી અસ્વસ્થતા પહોંચાડવાની હતી. જેમાં તિબેટનો મુદ્દો અસરકારક સાબિત થયો. જો કે સિત્તેરના દાયકામાં ચીનના આધુનિકીકરણે યુએસએ માટે વેપારની નવી તકો શરુ કરી હતી. જેમાં તિબેટીયન મુદ્દો લગભગ 30 વર્ષ સુધી બેક સીટ રહ્યો. 21મી સદીમાં યુએસએ પચીસ વર્ષથી ઓછા સમયગાળામાં તિબેટ સંદર્ભે 3 ઠરાવો પસાર કર્યા. તિબેટ નીતિ અધિનિયમ-2002 જે ચીની સરકાર દ્વારા તિબેટીઓ સાથેના દુર્વ્યવહારને રજૂ કરે છે. જે માન્યતા આપે છે કે, તિબેટ ચીનની અંદરનો એક સ્વાયત્ત પ્રદેશ છે. રિઝોલ્વ તિબેટ એક્ટ જેને તાજેતરમાં અમેરિકાના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો હતો પરંતુ હજુ તેના પર રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર વાગી નથી.
ચીન તિબેટ, તિબેટના લોકો અને દલાઈ લામા, તિબેટની સંસ્થાઓ વિશે ખોટી માહિતી ફેલાવવા માટે તેની સંપત્તિનો દુરઉપયોગ કરે છે. પૂર્વ-શરતો વિના મતભેદોનું સમાધાન લાવવા માટે ચીને 2 સંમેલનોમાં કરારો પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં નાગરિક અને રાજકીય અધિકારો પર આંતરરાષ્ટ્રીય કરાર અને તિબેટીયન લોકોના રક્ષણ માટે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર આંતરરાષ્ટ્રીય કરારનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, આ ડેમોક્રેટ્સની નીતિમાં મુખ્ય મુદ્દો માનવ અધિકારોનું રક્ષણ છે. ચીનના ભારે વિરોધ છતાં દલાઈ લામાને 1989માં નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેઓ આ વર્ષે ઓગસ્ટમાં સર્જરી માટે યુએસની મુલાકાત લેવાના છે. જ્યાં તેઓ યુએસ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ અને કદાચ રાષ્ટ્રપતિ બાઈડેનને પણ મળવાના છે.
યુએસના આ પ્રતિનિધિમંડળે પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં દ્વિપક્ષીય સંબંધોની મજબૂતીને મહત્વ આપ્યું હતું. જ્યાં સુધી ભારતની વાત આવે છે ત્યાં સુધી 1950થી તિબેટને ચીનના ભાગ તરીકે માન્યતા આપી છે પરંતુ આ ક્ષેત્ર માટે વધુ સ્વાયત્તતાની તરફેણ કરી છે. બીજી તરફ, ચીન હંમેશા અરુણાચલ પ્રદેશને તેના પ્રદેશ તરીકે દાવો કરતું રહ્યું છે. તે હંમેશા આ પ્રદેશમાં ભારતીય નેતૃત્વની કોઈપણ મુલાકાતનો વિરોધ કરે છે. રાજ્યના રહેવાસીઓના પાસપોર્ટ પર ચીનના વિઝા લગાવવાનો પણ તે ઈનકાર કરે છે.
વર્તમાન પરિસ્થિતિમાં ચીન દક્ષિણી સાગરમાં થતી ગેરરીતિઓમાં સામેલ છે. તેમજ યુક્રેન અને ઈઝરાયલ સંદર્ભે પશ્ચિમી દેશો સાથે ચીનનો તણાવ છે. ચીન તિબેટમાં કોઈ અવિચારી પગલું નહીં ભરે પરંતુ તે સમયાંતરે આ મુદ્દાને જીવંત રાખશે.