ETV Bharat / opinion

Missing IAFs AN32 : વર્ષો પહેલાં ગુમ AIF AN-32 એરક્રાફ્ટનું રહસ્ય AUV દ્વારા કઇ રીતે ઉકેલાયું જણાવે છે ઈટીવી ભારત - ગુમ

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓશિયન ટેક્નોલોજી NIOT દ્વારા એક એવું રહસ્ય ઉકેલવામાં આવ્યું છે, જેણે અનેક પરિવારોની પીડાને શાંત કરી હતી. આઈએએફ એએન 32 એરક્રાફ્ટ ગુમ થયું હતું તેનો કાટમાળ શોધી કાઢવામાં આવ્યો છે. બંગાળની ખાડીમાં 3,400 મીટરની ઊંડાઇએ ધરબાયેલા રહસ્યને AUV એ કેવી રીતે ઉજાગર કર્યું જાણો તેની તમામ હકીકતો.

Missing IAFs AN32 : વર્ષો પહેલાં ગુમ આઈએએફ એએન 32 એરક્રાફ્ટનું રહસ્ય એયુવી દ્વારા કઇ રીતે ઉકેલાયું જણાવે છે ઈટીવી ભારત

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2024, 2:56 PM IST

Updated : Jan 23, 2024, 12:29 PM IST

Missing IAFs AN32 : વર્ષો પહેલાં ગુમ આઈએએફ એએન 32 એરક્રાફ્ટનું રહસ્ય એયુવી દ્વારા કઇ રીતે ઉકેલાયું જણાવે છે ઈટીવી ભારત

ચેન્નાઈ : ચેન્નાઈ સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેક્નોલોજી ( NIOT ) દ્વારા બંગાળની ખાડીની ઊંડાઈમાં ખનીજો શોધવાના હેતુથી થયેલા તાજેતરના મિશનમાં દરિયામાં ઘટેલી દુર્ઘટનાનું મોટું રહસ્ય ઉકેલાયું હતું. જોકે આ દરિયાઈ રહસ્ય સંપૂર્ણપણે દુ:ખદ હતું જેને ઉકેલવામાં આવ્યું હતું. આ રહસ્ય ઉજાગર થતાં ઘણાં પરિવારોએ આટલા વર્ષોથી સહન કરેલ એક અકથ્ય પીડા, કે આખરે આ ક્યાં ગયું એ એરક્રાફ્ટ, તેને શમાવી હતી.

  • ▶️ An Indian Air Force An-32 aircraft (registration K-2743), had gone missing over the Bay of Bengal on 22 July 2016 during an op mission

    ▶️ Analysis of search images had indicated the presence of debris of a crashed aircraft on the sea bed approximately, 140 nautical miles…

    — PIB India (@PIB_India) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

માંડ 30 કલાકની અંદર એનઆઈઓટી મિશન એવું કંઈક હાંસલ કરવામાં સફળ રહ્યું કે જે ડઝનેક ઊંડા સમુદ્રના ડાઇવર્સ, એરિયલ ટીમો અને અન્ય શોધ અને બચાવ મિશનોએ ગાયબ થયા પછી કેટલાંક અઠવાડિયા સુધી પ્રયાસ કર્યા હતાં પરંતુ તે કરી શક્યાં ન હતાં. આપને યાદ અપાવીએ IAF AN-32નો ભંગાર, જે સાત વર્ષ પહેલાં ગુમ થઇ ગયું હતું. આ મહિનાની શરૂઆતમાં એનઆઈઓટીના ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ ( એયુવી ) દ્વારા મળી આવ્યું હતું.

  • The debris of the Indian Air Force An-32 aircraft (registration K-2743) that went missing over the Bay of Bengal in 2016 has been found approximately 140 nautical miles (approx. 310 Km) from the Chennai coast.

    National Institute of Ocean Technology which functions under the… pic.twitter.com/XyEWQcs1zn

    — ANI (@ANI) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

22 જુલાઈ, 2016ના રોજ, દુર્ભાગ્યપૂર્ણ એન્ટોનોવ એન-32 વિમાન જેમાં 29 સંરક્ષણ કર્મચારીઓ હતાં તે બંગાળની ખાડીમાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું. આઈએએફ એએન 32 એ ટર્બોપ્રોપ ટ્વીન-એન્જિન લશ્કરી પરિવહન વિમાન છે અને તે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ વચ્ચે પણ ઉડ્ડયન કરવા સક્ષમ હોય છે.

'ઓપ મિશન' પરના વિમાને ચેન્નાઈના તાંબરમ એરફોર્સ સ્ટેશનથી 8.30 કલાકની આસપાસ એ દિવસે ઉડાન ભરી હતી. તે સવારે 11:45 વાગ્યે આંદામાન અને નિકોબાર ટાપુઓના પોર્ટ બ્લેયર પહોંચવાનું હતું. ત્યારે આઈએએફ અધિકારીઓનો વિમાન સાથેનો સંપર્ક લગભગ 9.15 વાગ્યે તૂટી ગયો હતો. આ સમયે તે ચેન્નાઈથી આશરે 280 કિલોમીટર દૂર હતું.

હતભાગી એવા આ વિમાનમાં 29 સંરક્ષણ કર્મચારીઓ, બોર્ડમાં છ ક્રૂ સભ્યો, 11 ભારતીય વાયુસેનાના કર્મચારીઓ, બે સૈનિકો અને નેવલ આર્મમેન્ટ ડેપો સાથે જોડાયેલા આઠ કર્મચારીઓનો સમાવેશ થતો હતો. વિમાનના ગુમ થવાના સમાચાર ફેલાતાં જ સંરક્ષણ કર્મચારીઓના પરિવારજનોને આશા હતી કે આ દુર્ઘટનામાં તેમના પ્રિયજનો બચી ગયા હશે.

ઘટનાની જાણકારી સામે આવી ત્યાર પછી ગુમ થયેલ આઈએએફ એએન 32ને શોધવા માટે ઘણા જહાજો, સબમરીન અને એરક્રાફ્ટનો સમાવેશ કરીને આગામી છ અઠવાડિયા સુધી એક વિશાળ સર્ચ ઓપરેશન લંબાવવામાં આવ્યું હતું. છેક 16 સપ્ટેમ્બર, 2016 ના રોજ, અધિકારીઓએ શોધ અને બચાવ મિશનને વિરામ આપવો પડ્યો હતો.

બોર્ડ પરના 29 લોકો મૃત હોવાનું માનવામાં આવ્યું અને તેમના પરિવારોને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના સાત વર્ષ અને છ મહિના પછી, 2024માં એનઆઈઓટીના એયુવીને ચેન્નાઈ કિનારે 310 કિમી દૂર સ્થિત આઈએએફ એએન 32 વિમાનનો કાટમાળ મળ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તસવીરોની તપાસ AUV દ્વારા કબજે કરવામાં આવેલ તે દુર્ભાગ્યપૂર્ણ વિમાનની હતી.

ડૉ. એન.આર. રમેશ, વૈજ્ઞાનિક, એનઆઈઓટી ( NIOT ) ના જણાવ્યા અનુસાર, " પ્રીમિયર સંસ્થા પાસે જીવંત અને નિર્જીવ સંસાધનોના સંશોધન અને વાપરવા માટેની તકનીકો વિકસાવવાના સત્તા છે તેના ભાગરૂપે સમુદ્રની નીચે ઉપલબ્ધ ખનીજોના સંશોધન માટે ટેક્નોલોજી વિકસાવતાં એનઆઈઓટીએ સ્વાયત્ત અન્ડરવોટર વ્હીકલ વિકસાવ્યું છે. આ વ્હીકલ દરિયાના પેટાળમાં 6,000 મીટરની ઊંડાઈ સુધી જવા માટે સક્ષમ છે. આ AUV 6.6 મીટર લાંબી અને 0.875 મીટર વ્યાસ અને 2.1 ટન વજન ધરાવે છે. તે 48 કલાક સતત કામ કરી શકે છે.તેની આવી ક્ષમતાઓ એએન 32 વિમાનનો ભંગાર શોધવામાં નિમિત્ત બની હતી.

તેમણે જણાવ્યું કે નોર્વેથી મેળવેલું આ વ્હીકલ બંગાળની ખાડીમાં તેના નિયમિત કાર્ય પર હતું ત્યારે તેણે કેટલીક લંબચોરસ કદમાં " માનવસર્જિત વસ્તુઓ " ની નોંધી હતી. યુએવીએ બંગાળની ખાડીમાં 3,400 મીટરની ઊંડાઈએ કેટલાક પદાર્થોનું મજબૂત તસવીરો લીધી. સોનારની છબીઓનું વિશ્લેષણ કરવા પર અમને ખબર પડી કે તે ધાતુની વસ્તુઓ છે જે 2016માં ખોવાઈ ગયેલા વિમાનના ભાગો હોઈ શકે છે. એનઆઈઓટીએ વધુ તપાસ કરવાનું નક્કી કર્યું.

એનઆઈઓટીના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, અમે વસ્તુઓના ફોટોગ્રાફ્સ લેવા માટે સમુદ્રતળની નજીક ગયા હતાં. તેમની શોધ પરના વિશ્વાસ સાથે NIOT એ તારણોને સમર્થન આપવા માટે સંરક્ષણ મંત્રાલય ( MoD ) અને ભારતીય વાયુસેનાને તે ફોટોગ્રાફ્સ મોકલ્યા હતાં."સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે તે એએન 32ના ભાગો હતાં, જે 22 જુલાઈ, 2016 ના રોજ ગુમ થઇ ગયું હતું."

12 જાન્યુઆરી, 2024ના રોજ સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. મલ્ટી-બીમ સોનાર ( સાઉન્ડ નેવિગેશન અને રેન્જિંગ ), સિન્થેટિક એપરચર સોનાર અને ઉચ્ચ રિઝોલ્યુશન ફોટોગ્રાફી સહિત શોધ 3400 મીટરની ઊંડાઇમાં બહુવિધ પેલોડ્સનો ઉપયોગ કરીને પતો લગાવવામાં આવ્યો હતો.

મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે તેવું પણ જણાવ્યું કે સર્ચ ઈમેજોના પૃથ્થકરણમાં ચેન્નાઈ કિનારેથી લગભગ 140 નોટીકલ માઈલ ( અંદાજે 310 કિમી ) દરિયામાં ક્રેશ થયેલા વિમાનના કાટમાળની હાજરીનો સંકેત મળે છે. ઈમેજીસની અનેક પરિમાણથી તપાસ કરવામાં આવી હતી અને તે એક સાથે એએન 32 એરક્રાફ્ટ સાથે સુસંગત હોવાનું જણાયું હતું.

સંભવિત દુર્ઘટના સ્થળ પરની આ શોધ, તે જ વિસ્તારમાં અન્ય કોઈ ગુમ થયેલ એરક્રાફ્ટના અહેવાલનો અન્ય કોઈ રેકોર્ડ ઈતિહાસ વિના, કાટમાળ સંભવતઃ ક્રેશ થયેલા IAF An-32 (K-2743)નો હોવાનો નિર્દેશ કરે છે. તેમ પણ સંરક્ષણ મંત્રીએ નિવેદનમાં જણાવ્યું હતું.

ડીપ સી ટેક્નોલોજી ગ્રુપના અન્ય NIOT વૈજ્ઞાનિક ઈન્ચાર્જ, એસ રમેશે જણાવ્યું હતું કે AUVની ઉચ્ચ રિઝોલ્યુશન મેપિંગ ક્ષમતાને કારણે તે કાટમાળને શોધવામાં સક્ષમ છે. અમે AUV હસ્તગત કર્યું છે તે ઉચ્ચ-રિઝોલ્યુશન મેપિંગ પેલોડ્સ ધરાવે છે તેથી અમે 3,400 મીટર સુધી નીચે જઈને મોટા વિસ્તારનું સર્વેક્ષણ કરી શક્યાં અને કેટલીક માનવસર્જિત વસ્તુઓને ઉપાડી શક્યા, જે એએન 32 વિમાનના કાટમાળમાંથી હોઈ શકે છે.એસ રમેશે ઉમેર્યું કે આ દરમિયાન, AUV એ તેનું સોંપાયેલ કાર્ય સફળતાપૂર્વક હાથ ધર્યું અને મધ્ય હિંદ મહાસાગરમાં પોલિમેટાલિક નોડ્યુલ માઇનિંગ ક્ષેત્રને આવરી લીધું.

એનઆર રમેશે જણાવ્યું હતું કે, " અમે ઉપલબ્ધ નોડ્યુલ્સની શોધ કરી છે. ઉપલબ્ધ ખનીજોમાં મેંગેનીઝ, તાંબુ, નિકલ અને કોબાલ્ટ છે. " સંસ્થાએ માનવસહિત ઊંડા સમુદ્ર મિશનમાંથી પસાર થવાની તૈયારી કરીને તેના બારને ઊંચો સેટ કર્યો છે.

NIOT ના ડિરેક્ટર એ રામદાસે જણાવ્યું હતું કે સંસ્થા એક સ્વાયત્ત સંસ્થા છે અને સજીવ અને નિર્જીવ એમ બંને પ્રકારના સમુદ્ર સંસાધનોની શોધ અને દોહન માટે ટેકનોલોજી વિકસાવવામાં સંકળાયેલી છે. નિર્જીવ સંસાધનોની શોધના ભાગરૂપે અમે 5000 મીટર પાણીની ઊંડાઈ સુધી જઈ શકે તેવી તકનીકો વિકસાવી રહ્યા છીએ. અત્યાર સુધી NIOT એ એવા વાહનો વિકસાવ્યા છે. જે માનવરહિત જહાજોથી ચલાવવામાં આવે છે. હવે NIOT એક એવું વાહન વિકસાવી રહ્યું છે જે 3 લોકોને 6 કિમી સુધી સમુદ્રની ઊંડાઈ સુધી લઈ જઈ શકે છે.

  1. AN-32 News: ઈન્ડિયન એરફોર્સના AN-32 વિમાનનો કાટમાળ 7.5 વર્ષ પછી દરિયામાં 3.4 કિમી ઊંડાએથી મળ્યો
  2. ISRO : XPoSat સેટેલાઇટ લોન્ચ, બ્લેક હોલ અને ન્યુટ્રોન સ્ટાર્સનો અભ્યાસ કરશે

Last Updated : Jan 23, 2024, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.