નવી દિલ્હી: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસની ટીકા કરી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની આ મુલાકાતથી શાંતિ પ્રક્રિયાને ફટકો પડશે. ઝેલેન્સકીએ કહ્યું કે, તે ખૂબ જ નિરાશ છે. ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
મંગળવારે મોસ્કોમાં ભારતીય પ્રવાસીઓ સાથે વાત કરતી વખતે પીએમ મોદીએ કોઈ હુમલાનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે બંને દેશો ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રશિયાના યેકાટેરિનબર્ગ અને કઝાનમાં બે નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, "ભલે રશિયામાં તાપમાન માઈનસ હોય, પણ રશિયા-ભારત મિત્રતા હંમેશા પ્લસમાં રહી છે. તે પરસ્પર વિશ્વાસ અને પરસ્પર સન્માનના પાયા પર બનેલો સંબંધ છે."
આ પહેલા પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. તેમણે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને યાદ કર્યા. આ અવસર પર પીએમ મોદીએ પ્રખ્યાત અભિનેતા રાજ કપૂરની ફિલ્મનું ગીત 'સર પર લાલ ટોપી રૂસી' પણ ગુંજી નાખ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે, આજે મને શપથ લીધાને એક મહિનો થઈ ગયો છે, આજે એટલે કે 9 જૂને મેં ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા. તેણે કહ્યું કે આ વખતે મેં સંકલ્પ કર્યો છે કે હું ત્રણ ગણી ઝડપ અને ત્રણ ગણી તાકાત સાથે કામ કરીશ.