ETV Bharat / international

કોણ છે સીરિયાઈ બળવાખોરો અને કેમ અને કોના માટે લડી રહ્યા છે આ વિદ્રોહીઓ ? - SYRIAN CIVIL WAR

સીરિયન બળવાખોરોએ દેશના દારા, કુનેત્રા, સુવેદા અને હોમ્સ પર કબજો કરી લીધો છે અને હવે તેઓ રાજધાની દમાસ્કસમાં પ્રવેશ્યા છે.

સીરિયાઈ બળવાખોરો
સીરિયાઈ બળવાખોરો (AP)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2024, 5:09 PM IST

દમાસ્કસઃ સીરિયામાં સત્તાપલટો થયો છે અને બશર અલ અસદના શાસનનો અંત આવ્યો છે. સીરિયન બળવાખોરોએ દેશના મોટાભાગના શહેરો પર કબજો મેળવ્યા બાદ રાજધાની દમાસ્કસમાં ઘૂસી ગયા છે. દરમિયાન, રાષ્ટ્રપતિ બશર અલ-અસદ રવિવારે 'અજાણ્યા સ્થળ' માટે રવાના થઈ ગયા છે, આ ઘટનાની પુષ્ટિ સૈન્ય અધિકારીઓએ રોઇટર્સ સાથે કરી હતી. આ પહેલા શનિવારે સીરિયન વિદ્રોહીઓએ ચાર શહેરો દારા, કુનેત્રા, સુવેદા અને હોમ્સ પર કબજો કરી લીધો હતો.

બળવાખોર જૂથના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ હસન અબ્દુલ ગનીએ રવિવારે સવારે રાજધાની દમાસ્કસ પર કબજો કરવાની પુષ્ટિ કરતા કહ્યું કે, "અમારી નજર હવે રાજધાની દમાસ્કસ પર છે." બીજી તરફ રાજધાનીમાં સૈન્ય તૈનાતીના કોઈ સંકેતો નહોતા, કારણ કે વિદ્રોહીઓએ શહેરને ઘેરી લીધું હતું, જેના કારણે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને વિમાનમાં બેસીને શહેર છોડવું પડ્યું હતું.

કોણ છે સીરિયન બળવાખોરો?

સીરિયાના સૌથી શક્તિશાળી બળવાખોર જૂથ હયાત તહરિર અલ-શામ (HTS)એ 27 નવેમ્બરે રાષ્ટ્રપતિ અસદના શાસન સામે ઉગ્ર બળવો શરૂ કર્યો હતો. HTS તુર્કી સમર્થિત સીરિયન મિલિશિયા હેઠળનું એક જૂથ સાથે મળીને કામ કરી રહ્યું છે, જેને સીરિયન નેશનલ આર્મી તરીકે ઓળખવામાં આવે છે, બળવાખોર જૂથે 24-વર્ષથી ચાલી રહેલા અસદ શાસનને સખત પડકાર આપ્યો અને આ સરકાર વિરોધી દળો અસદ પ્રશાસનથી દેશને 'આઝાદ' કરવાનું લક્ષ્ય બનાવી રહ્યું છે.

HTS અલ-કાયદાનું વિભાજિત જૂથ છે અને યુનાઇટેડ સ્ટેટ્સ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. જો કે, તાજેતરના વર્ષોમાં જૂથે કહ્યું છે કે તેણે તેના મૂળ જૂથ, અલ-કાયદા સાથેના સંબંધો તોડી નાખ્યા છે.

શેના માટે લડી રહ્યા છે વિદ્રોહીઓ?

HTS નેતા અબુ મોહમ્મદ અલ-ગોલાનીએ આ સપ્તાહની શરૂઆતમાં સીએનએનને જણાવ્યું હતું કે, તેમના જૂથના હુમલાનો ધ્યેય અસદ શાસનને "ઉથલાવી" નાખવાનો હતો. અલ-ગોલાની આજે સૌથી વધુ ઓળખાતો બળવાખોરોમાંનો એક છે. તેણે 2016માં અલ-કાયદા સાથેના સંબંધો તોડી નાખ્યા અને પોતાના જૂથનું નામ બદલી નાખ્યું.

રોઇટર્સે સીરિયાના નિષ્ણાત અને ઓક્લાહોમા યુનિવર્સિટીમાં મધ્ય પૂર્વ અભ્યાસના કેન્દ્રના વડા જોશુઆ લેન્ડિસને ટાંકીને કહ્યું કે "ગોલાની અસદ કરતાં વધુ હોંશિયાર છે," તેણે પોતાનામાં પરિવર્તન અને સુધારો કર્યો છે અને નવા સ્વરૂપે તૈયાર છે. નવા સહયોગી બનાવ્યા છે અને અલ્પસંખ્યકો પ્રત્યે પોતાના આકર્ષણ સાથે આગળ આવ્યા છે.

ગોલાની અને તેના HTS, જે અગાઉ નુસરા ફ્રંટ તરીકે ઓળખાતું હતું, તે આજે સૌથી શક્તિશાળી બળવાખોર જૂથ તરીકે ઉભરી આવ્યું છે. તે દસ વર્ષ કરતાં વધુ પહેલાં શરૂ થયેલા બળવામાં અસદ વહીવટીતંત્ર માટે જોખમ ઊભું કર્યુ છે.

HTSને તુર્કીનું સમર્થન

જો કે HTS અને સીરિયન નેશનલ આર્મી હાલમાં સાથે મળીને કામ કરી રહ્યા છે, પરંતુ એ વાતની કોઈ ગેરેંટી નથી કે તેમના ઉદ્દેશ્યો અલગ-અલગ નહીં હોય. તુર્કી-સમર્થિત મિલિશિયા પણ પોતાની સીમા પાસે એક બફર ઝોન બનાવવા માંગે છે જેથી અંકારા સાથે મતભેદ ધરાવતા કુર્દિશ આતંકવાદીઓને દૂર રાખી શકાય.

જોકે, તે સાચું છે કે તુર્કી અસદના શાસનને ઉથલાવવાનો પ્રયાસ કરી રહેલા લડવૈયાઓનો મોટું સમર્થક છે, તાજેતરના દિવસોમાં તેણે સમાધાન માટે હાકલ કરી છે. તુર્કીના અધિકારીઓએ પણ સીરિયામાં વર્તમાન હુમલામાં કોઈપણ સંડોવણીના દાવાને સખત રીતે નકારી કાઢ્યા છે.

અસદ શાસન પાસે માત્ર 3 શહેરોનું નિયંત્રણ

વિપક્ષી દળોના હુમલા સાથે, સીરિયન સરકાર હવે 14 પ્રાંતીય રાજધાનીઓમાંથી માત્ર ત્રણ, દમાસ્કસ, લતાકિયા અને ટાર્ટસ પર નિયંત્રણ બાકી રહી ગયું છે. હાલમાં, પૂર્વીય સીરિયાનો મોટાભાગનો ભાગ કુર્દિશ આગેવાની હેઠળના જૂથ, સીરિયન ડેમોક્રેટિક ફોર્સ દ્વારા નિયંત્રિત છે, જેને યુનાઇટેડ સ્ટેટ્સનું સમર્થન છે.

સીરિયા માટે આગળ શું?

જો સીરિયન સૈન્ય બળવાખોરોનો સામનો કરી શકતું નથી, તો દલીલ કરવા માટે કંઈ બાકી રહેશે નહીં. એપીના અહેવાલ મુજબ, એચટીએસના પ્રવક્તા હસન અબ્દુલ-ગનીએ ટેલિગ્રામ પર પોસ્ટ કર્યું હતું કે વિપક્ષી દળો રાજધાની દમાસ્કસને ઘેરી રહ્યા છે અને તેમના હુમલાના અંતિમ તબક્કાને અંજામ આપી રહ્યા છે.

સીરિયન વિદ્રોહીઓએ શનિવારે સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સ પર સંપૂર્ણ કબજો કરી લીધો છે, જેનો અર્થ એ થયો કે દમાસ્કસ, અસદના શાસન અને દરિયાકાંઠાના વિસ્તાર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે.

  1. કોણ છે સીરિયામાં HTSનો નેતા અબુ મોહમ્મદ અલ-જોલાની ?
  2. ભારતે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી, નાગરિકોને આપી કડક સૂચના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.