ETV Bharat / international

Pakistan election day: પાકિસ્તાનમાં હિંસાના માહોલ વચ્ચે આજે સંસદની ચૂંટણી, 266 બેઠકો માટે 5121 ઉમેદવારે મેદાનમાં - undefined

પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી એટલે કે સંસદની ચૂંટણી યોજાઈ રહી છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે પાકિસ્તાનના ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારીઓ કરી હોવાનો દાવો કર્યો છે. જોકે તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં ઘણી હિંસક ઘટનાઓ બની છે.Pakistan parliamentary election 2024

પાકિસ્તાનમાં હિંસાના માહોલ વચ્ચે આજે સંસદની ચૂંટણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 7:38 AM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણીએટલે કે, સંસદની ચૂંટણી યોજાઈ રહી છે. ભારે અરાજકતા અને હિંસક ઘટનાઓના પડકારો વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે. સતત ધ્રુવીકરણ અને હિંસા દેશ માટે ગંભીર પડકારો ઉભી કરી રહી છે. દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવા માટે 'કંટ્રોલ રૂમ' ઉભો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનું ગૃહ મંત્રાલય મતદાન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યું છે.

266 બેઠકો માટે 5121 ઉમેદવારે મેદાનમાં:પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 90,675 મતદાન મથકો પર મતદાન કરવામાં આવશે. આ ચૂંટણીમાં કુલ 5121 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ ચૂંટણીઓ પાકિસ્તાનની નીચલી સંસદ નેશનલ એસેમ્બલી માટે યોજાઈ રહી છે. સામાન્ય બેઠકોની સંખ્યા 266 છે, આ બેઠકો માટે જ ચૂંટણી યોજાઈ રહી છે. આ ઉપરાંત પાકિસ્તાનની ચાર પ્રાંતીય એસેમ્બલીની 593 સામાન્ય બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે. જેમાં કુલ 12695 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણી ન થાય ત્યાં સુધી મીડિયા પર તમામ પ્રકારના સર્વે પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના સર્વોચ્ચ નેતા નવાઝ શરીફ અભૂતપૂર્વ ચોથી વખત કાર્યકાળ સંભાળવા માટે થનગની રહ્યાં છે. ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત જાહેર થયા બાદ લંડનમાં ચાર વર્ષનો દેશવટો ભોગવ્યા બાદ તેમણે રાજકારણમાં મજબૂત પુનરાગમન કર્યું છે. ઑક્ટોબરમાં પાકિસ્તાન પરત ફર્યા પછી, અદાલતોએ તેમની મોટાભાગની સજાને પલટાવી દીધી, અને તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપી.

બીજી તરફ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સ્થાપક અને દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક ગણાતા ઈમરાન ખાન ઘણા આરોપોમાં અદિયાલા જેલમાં બંધ છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે અને સિફર કેસમાં 10 વર્ષની, તોશાખાના કેસમાં 14 વર્ષની અને 'બિન-ઈસ્લામિક' લગ્નના કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે.

વધુમાં, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પાર્ટીના પ્રતિકાત્મક 'બેટ' ચિન્હને રદ કરવાના પાકિસ્તાનના ચૂંટણી પંચના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જો કે, ખાને કહ્યું છે કે તેમની સામેના તમામ કેસો 'રાજકીય રીતે પ્રેરિત' છે અને દાવો કર્યો છે કે તેમની પાર્ટી પીટીઆઈ 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં બધાને આશ્ચર્યચકિત કરશે.

પાકિસ્તાનમાં 1970માં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામોને કારણે પાકિસ્તાનનું વિભાજન થયું અને બાંગ્લાદેશનો જન્મ થયો. 1977ની સામાન્ય ચૂંટણીમાં પીપીપીના ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લાગ્યો હતો. સેનાએ સત્તા કબજે કરી.

1985માં જનરલ ઝિયા ઉલ હકે ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો અને કઠપૂતળી સરકાર રચી. આ બીજી ચૂંટણી હતી જેમાં કોઈપણ રાજકીય પક્ષને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. અગાઉ 1962માં પણ આવું જ કંઈક બન્યું હતું. તે સમયે જનરલ અયુબ ખાનનું શાસન હતું. જનરલ ઝિયા ઉલ હકનું 1988માં પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું.

1988ની સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. પીપીપી સૌથી મોટી પાર્ટી બની. બેનઝીર ભુટ્ટોએ MQM અને અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવી. તેમની સરકાર 1990માં બરતરફ કરવામાં આવી હતી.

નવાઝ શરીફ 1990માં વડાપ્રધાન બન્યા હતા. સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ગોટાળાના આરોપોને યોગ્ય ઠેરવ્યા હતા. ત્યારબાદ 1993માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. બેનઝીર ભુટ્ટો ફરી વડાપ્રધાન બન્યા. તેમની સરકાર 1996માં બરતરફ કરવામાં આવી હતી.

1997માં સામાન્ય ચૂંટણી યોજાઈ અને નવાઝ શરીફ વડાપ્રધાન બન્યા. 1999માં જાન્યુઆરીમાં પરવેઝ મુશર્રફને ઉથલાવી તેમનું શાસન આવ્યું જે 2008 સુધી ચાલ્યું.

2008માં સામાન્ય ચૂંટણી યોજાઈ અને પીપીપી દ્વારા સરકારની રચના થઈ જ્યારે 2013 માં સામાન્ય ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં અનેક આતંકી હુમલા થયા હતા.

ઈમરાન ખાન 2018ની સામાન્ય ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન બન્યા હતા. તેમની સરકાર પણ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકી નથી અને હાલ વિવિધ આરોપો હેઠળ તેઓ જેલમાં છે, જોકે જેલમાંથી પણ તેઓ ચૂંટણી લડી રહ્યાં છે.

  1. Pakistan general election: પાકિસ્તાનમાં આતંકી હાફિઝ સઈદ લડશે ચૂંટણી, નવી પાર્ટી અને નવા ચેહરાઓ સાથે આવ્યો સામે
  2. Imran Khan Cypher case : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને 10 વર્ષની જેલ, જાણો સમગ્ર મામલો...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.