મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં યહૂદીઓના ધર્મસ્થળમાં આગચંપી બાદ શ્રદ્ધાળુઓને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે સવારે સ્થાનિક સમય અનુસાર, અગ્નિશામકોને મેલબોર્નમાં અડાસ ઇઝરાયેલ પ્રાર્થના સ્થળ પર આગ લાગવાની માહિતી મળી હતી, પરંતુ જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે બિલ્ડિંગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
યહૂદી સમુદાયના લોકોને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટના સવારની નમાજના સમયે બની હતી. આગમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જ્યારે બિલ્ડિંગને વ્યાપક નુકસાન થયું હતું.
મેલબોર્ન પોલીસનું માનવું છે કે, આગ જાણી જોઈને લગાડવામાં આવી હતી. હાલ પોલીસ આ પાછળના હેતુની તપાસ કરી રહી છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, તેઓ બે શંકાસ્પદોની શોધ કરી રહ્યા છે જેઓ પૂજા સ્થળ પર ઇરાદાપૂર્વક આગચંપીની ઘટનાને અંજામ આપવાની શંકા ધરાવે છે.
The burning of the Adass Israel synagogue in Melbourne is an abhorrent act of antisemitism. I expect the state authorities to use their full weight to prevent such antisemitic acts in the future.
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) December 6, 2024
Unfortunately, it is impossible to separate this reprehensible act from the extreme…
નેતન્યાહુએ ઓસ્ટ્રેલિયન સરકારની ટીકા કરી હતી
તે જ સમયે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેને નફરતની ઘટના ગણાવી અને તેની નિંદા કરી. તેમણે કહ્યું કે ગાઝા પર ઇઝરાયલના કબજાને સમાપ્ત કરવા માટે યુએનના ઠરાવ માટે ઓસ્ટ્રેલિયન સરકારનું સમર્થન મેલબોર્નમાં સિનાગોગ પર આગચંપીના હુમલા માટે જવાબદાર છે.
ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ શનિવારે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં કહ્યું કે, આગની ઘટનાને ઓસ્ટ્રેલિયન સરકારના આત્યંતિક ઇઝરાયેલ વિરોધી વલણથી અલગ કરી શકાય નહીં. તેમણે કહ્યું, "મેલબોર્નમાં એડાસ ઇઝરાયેલ સિનાગોગને સળગાવી દેવુ એ યહૂદી વિરોધીનું ઘૃણાસ્પદ કૃત્ય છે."
નેતન્યાહુના નિવેદન પર ઓસ્ટ્રેલિયાની પ્રતિક્રિયા
નેતન્યાહુની ટીકા બાદ ઓસ્ટ્રેલિયન સરકારે યહૂદી-વિરોધી પ્રવૃત્તિઓને રોકવાના તેના રેકોર્ડનો બચાવ કર્યો. ઑસ્ટ્રેલિયાના રોજગાર અને કાર્યસ્થળ સંબંધોના પ્રધાન, મરે વૉટે, જવાબ આપતા કહ્યું કે, ઑસ્ટ્રેલિયન સરકારે યહૂદી-વિરોધી ગતિવિધિઓ સામે ઊભા રહેવા અને તેને દેશમાંથી નાબૂદ કરવા માટે ઘણા મજબૂત પગલાં લીધા છે.
વૉટે કહ્યું, મે 2022 માં કાર્યભાર સંભાળ્યા પછી, સરકારે યહૂદી સંસ્થાઓને શાળા સહીત યહૂદી પૂજા સ્થળોએ સુરક્ષા અને સંરક્ષને પ્રોત્સાહન આપવા માટે $25 મિલિયન આપ્યા છે. બ્રિસ્બેનમાં મીડિયા સાથે વાત કરતા વૉટે કહ્યું કે, તેઓ આ મામલે વડાપ્રધાન નેતન્યાહુ સાથે અસંમત છે.
આ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે શુક્રવારે હુમલાની નિંદા કરતા કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ સ્થાન નથી.
મીડિયા અહેવાલો અનુસાર, શંકાસ્પદ માસ્ક પહેરેલા ઘૂસણખોરો કથિત રીતે મેલબોર્નના દક્ષિણ-પૂર્વમાં રિપ્પોનલીમાં એડાસ ઇઝરાયેલ બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતા અને તેને આગ લગાવી દીધી હતી. જેના કારણે ત્રણમાંથી બે ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ઘટના સમયે, બે લોકો સવારની નમાજની તૈયારી કરી રહ્યા હતા અને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એકને સામાન્ય ઈજા થઈ હતી.
પોલીસે આતંકવાદી હુમલાની શક્યતાને નકારી કાઢી છે
મેલબોર્ન પોલીસે આ હુમલો આતંકવાદી હુમલો હોવાની શક્યતાને નકારી નથી. પોલીસનું માનવું છે કે આ એક લક્ષ્યાંકિત હુમલો હતો.
આ પણ વાંચો: