ETV Bharat / international

કોલકાતાના ડૉક્ટરની હત્યાની ઘટનાને લઈને અમેરિકામાં પણ વિરોધ પ્રદર્શન - Texas Medical Center protest - TEXAS MEDICAL CENTER PROTEST

કોલકાતાની આરજી કાર મેડિકલ હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટરની હત્યાને લઈને અમેરિકાના ઘણા ડૉક્ટર્સે ચિંતા વ્યક્ત કરી છે. હ્યુસ્ટન, ટેક્સાસ મેડિકલ સેન્ટરના ડોકટર્સ અને આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોએ વિરોધ પ્રદર્શમાં ભાગ લીધો હતો. તેમાંથી ઘણાએ ભારતમાં તેમની તબીબી તાલીમ મેળવી છે. જાણો સંપૂર્ણ વિગત આ અહેવાલમાં. Texas Medical Center protest

હ્યુસ્ટન અને ટેક્સાસ મેડિકલ સેન્ટર એ મોટી સંખ્યામાં ચિકિત્સકોનું ઘર છે
હ્યુસ્ટન અને ટેક્સાસ મેડિકલ સેન્ટર એ મોટી સંખ્યામાં ચિકિત્સકોનું ઘર છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2024, 4:21 PM IST

Updated : Aug 27, 2024, 7:56 PM IST

જઘન્ય અપરાધ સામે અવાજ ઉઠાવવા માટે ટેક્સાસ મેડિકલ સેન્ટર ખાતે એકઠા થયા (Etv Bharat Gujarat)

ટેક્સાસ: કોલકાતાની આરજી કાર મેડિકલ હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટરની હત્યાને લઈને અમેરિકાના ઘણા ડૉક્ટર્સે ચિંતા વ્યક્ત કરી છે. હ્યુસ્ટન, ટેક્સાસ મેડિકલ સેન્ટરના ડૉક્ટર્સે અને આરોગ્ય સંભાળ વ્યવસાયીઓએ પણ આ સામે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમાંથી ઘણાએ ભારતમાં તેમની તબીબી તાલીમ મેળવી છે. તેઓએ હત્યા કરાયેલ જુનિયર ડૉક્ટર માટે ન્યાયની માંગ કરતા પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા. પ્રદર્શન દરમિયાન તેમણે કહ્યું હતું કે, જીવ બચાવનારા ડૉક્ટર્સે પોતાનો જીવ બચાવવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં હોસ્પિટલોમાં ડૉકટર્સ સામે થતી હિંસા રોકવા અને આરોપીઓને સજા આપવા માટે નિર્ણાયક અને અસરકારક કાયદાની ગેરહાજરી વર્ષોથી દરેકને પરેશાન કરી રહી છે.

કોલકાતાના ડૉક્ટરની હત્યાની ઘટનાને લઈને અમેરિકામાં પણ વિરોધ પ્રદર્શન (Etv Bharat Gujarat)

ટેક્સાસ મેડિકલ સેન્ટર એ ચિકિત્સકોનું ઘર: તમને જણાવી દઈએ કે, હ્યુસ્ટન અને ટેક્સાસ મેડિકલ સેન્ટર એ મોટી સંખ્યામાં ચિકિત્સકોનું ઘર છે. આમાંથી ઘણા બધા ચિકિત્સકોએ ભારતમાંથી તેમની તબીબી તાલીમ મેળવી છે. તેઓ યુવા ચિકિત્સકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને શૈક્ષણિક અને ક્લિનિકલ સહયોગ દ્વારા ભારતીય તબીબી સમુદાય સાથે ગાઢ સંબંધો જાળવી રાખવાનું કામ ચાલુ રાખે છે.

કોલકાતાના ડૉક્ટરની હત્યાની ઘટનાને લઈને અમેરિકામાં ભારતીય ડોકટરોએ વિરોધ કર્યો
કોલકાતાના ડૉક્ટરની હત્યાની ઘટનાને લઈને અમેરિકામાં ભારતીય ડોકટરોએ વિરોધ કર્યો (Etv Bharat Gujarat)

અવાજ ઉઠાવવા ટેક્સાસ મેડિકલ સેન્ટર ખાતે એકઠા થયા: પરિણામે કોલકાતામાં થયેલી ઘટનાની સામે વિરોધ દર્શાવતા, શુક્રવાર, 23 ઓગસ્ટના રોજ, તબીબો અને તબીબી વ્યાવસાયિકો તેમજ સમુદાયના દરેક સભ્યના રક્ષણ તેમજ ન્યાય લડવા માટે એક સમુદાય તરીકે ઊભા રહેવાનો સંકલ્પ કર્યો હતો. વિવિધ હોસ્પિટલ સિસ્ટમ્સના ચિકિત્સકો, આરોગ્યસંભાળ વ્યાવસાયિકો અને સમુદાયના સભ્યો આ જઘન્ય અપરાધ સામે અવાજ ઉઠાવવા માટે ટેક્સાસ મેડિકલ સેન્ટર ખાતે એકઠા થયા હતા.

જઘન્ય અપરાધ સામે અવાજ ઉઠાવવા માટે ટેક્સાસ મેડિકલ સેન્ટર ખાતે એકઠા થયા

તેમના દ્વારા આપવામાં આવેલા આમંત્રણમાં લખ્યું હતું કે, "સમર્પિત પલ્મોનરી નિવાસીના જીવનનું સન્માન કરવા માટે એક શાંતિપૂર્ણ મેળાવડામાં અમારી સાથે જોડાઓ, એ મહિલા ડૉક્ટર માટે તેણે ફરજ બજાવતા દુઃખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ પ્રદર્શન ન્યાય માટે એક ગૌરવપૂર્ણ આહવાન છે સાથે સાથે આરોગ્યસંભાળ કાર્યકરો દ્વારા સામનો કરવામાં આવતી અસુરક્ષિત પરિસ્થિતિઓ સામે પોતાનો પક્ષ સામે મૂકવાની એક તક છે."

સાથે મળીને અમે મીણબત્તીઓ પ્રગટાવીશું: વધુમાં તેમણે જણાવ્યું કે, સાથે મળીને અમે મીણબત્તીઓ પ્રગટાવીશું, એકતાના શબ્દો બોલીશું અને દરેક તબીબી વ્યાવસાયિક સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે જવાબદારીની માંગ કરીશું. ચાલો જેઓ આપણી સંભાળ રાખે છે તેમના માટે સુરક્ષિત વાતાવરણના સમર્થનમાં આપણે એક સમુદાય તરીકે એક થઈએ."

સાથે મળીને અમે મીણબત્તીઓ પ્રગટાવીશું, એકતાના શબ્દો બોળીશું
સાથે મળીને અમે મીણબત્તીઓ પ્રગટાવીશું, એકતાના શબ્દો બોળીશું (Etv Bharat Gujarat)

કોલકાતા કેસની શું હતી ઘટના: તમને જણાવી દઈએ કે, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટની રાત્રે એક જુનિયર ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલના સ્ટાફે કહ્યું કે પ્રથમ પીડિતાએ આત્મહત્યા કરી છે, બાદમાં તે હત્યા હોવાનું બહાર આવ્યું હતું. એક નાગરિક સ્વયંસેવક સંજય રોયની પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી હત્યા નથી, પરંતુ ઘણા લોકો દ્વારા કરવામાં આવેલ સામૂહિક બળાત્કાર હતો.

  1. સીબીઆઈએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનો 'પોલીગ્રાફ ટેસ્ટ' કરાવ્યો - Kolkata doctor rape murder
  2. કોલકાતાના ડૉક્ટર રેપ-મર્ડર કેસ: સંદીપ ઘોષના પૂર્વ સહયોગી પહોંચ્યો હાઈકોર્ટ, ED તપાસની માંગ કરી, કહ્યું- ઘણા મૃતદેહો વેચવામાં આવ્યા - KOLKATA DOCTOR RAPE MURDER CASE

Last Updated : Aug 27, 2024, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.