ETV Bharat / international

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 6 ચીની નાગરિકોના મોત - Suicide Attack In Pakistan - SUICIDE ATTACK IN PAKISTAN

પાકિસ્તાનમાં વિસ્ફોટકથી ભરેલા વાહને બસને ટક્કર મારતાં બસમાં મુસાફરી કરી રહેલા ઓછામાં ઓછા છ ચીની નાગરિકોના મોત થયા હતા. હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી.

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 8:33 PM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર-પખ્તુનખ્વામાં મંગળવારે એક વિસ્ફોટકોથી ભરેલા વાહને બસને ટક્કર મારી હતી, જેમાં બસમાં મુસાફરી કરી રહેલા ઓછામાં ઓછા છ ચીની નાગરિકોના મોત થયા હતા. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ ચીની નાગરિકો દાસુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.

પોલીસે જણાવ્યું કે શાંગલા જિલ્લાના બિશામ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં અન્ય કેટલાંક લોકો પણ ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે ઈસ્લામાબાદથી કોહિસ્તાન જઈ રહેલી બસને વિરુદ્ધ દિશામાંથી આવતા વાહને ટક્કર મારી. હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી.

'Dawn.com'ના સમાચાર અનુસાર, બિશમ પોલીસ સ્ટેશનના પ્રભારી (SHO) બખ્ત ઝહીરે કહ્યું કે, આ ઘટના 'આત્મઘાતી વિસ્ફોટ' છે અને સંબંધિત અધિકારીઓ પુરાવા એકત્ર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

SHOએ કહ્યું, 'અમે તપાસ કરીશું કે આત્મઘાતી બોમ્બરનું વાહન ક્યાંથી અને કેવી રીતે આવ્યું અને આ કેવી રીતે થયું.' 'જિયો ન્યૂઝે' એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે આત્મઘાતી હુમલામાં બસમાં મુસાફરી કરી રહેલા ઓછામાં ઓછા છ ચાઈનીઝ માર્યા ગયા હતા અને અન્ય ઘણા મુસાફરો ઘાયલ થયા હતા.

શાંગલા કોહિસ્તાનની નજીક છે, જ્યાં 2021માં થયેલા આતંકવાદી હુમલામાં નવ ચીની સહિત 13 લોકો માર્યા ગયા હતા. 60 બિલિયન યુએસ ડોલરના ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના નેજા હેઠળ ચાલી રહેલા ઘણા પ્રોજેક્ટ્સ પર હજારો ચીની કામદારો પાકિસ્તાનમાં કામ કરી રહ્યા છે.

  1. બલૂચિસ્તાનમાં પાક નેવલ એર બેઝ પર બલૂચ આતંકવાદી હુમલો, છ આતંકવાદી માર્યા ગયા - Pak Naval Air Base Attack
  2. પુતિને ઇસ્લામિક ઉગ્રવાદીઓને દોષી ઠેરવ્યા, આ હત્યાઓ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવી હતી - Moscow Attack Putin Blames

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.