હૈદરાબાદ: શેરડીનો રસ એ એક મીઠી પીણું છે જે સામાન્ય રીતે ભારત, આફ્રિકા અને એશિયાના દેશોમાં પીવામાં આવે છે. શેરડીનો રસ ઘણા સ્વાસ્થ્ય લાભો સાથે સંપૂર્ણપણે કુદરતી પીણા તરીકે ઓળખાય છે. પરંપરાગત દવાઓ અનુસાર, શેરડીના રસનો ઉપયોગ લીવર, કિડની અને અન્ય રોગોની સારવાર માટે થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે શેરડીનો રસ ડાયાબિટીસ માટે મદદરૂપ થઈ શકે છે. આવી સ્થિતિમાં શું શેરડીનો રસ કેટલો લાભદાયી બની શકે છે? જાણીએ...
શેરડીનો રસ શું છે? શેરડીનો રસ એ એક મીઠો, ચાસણીવાળો પદાર્થ છે જે છાલવાળી શેરડીમાંથી કાઢવામાં આવે છે. તે ઘણીવાર શેરી વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવે છે, જેઓ તેને લીંબુ અથવા અન્ય રસ સાથે ભેળવે છે અને તેને સ્વાદિષ્ટ પીણું બનાવવા માટે બરફ પણ ઉમેરે છે. શેરડીના રસનો ઉપયોગ શેરડીની ખાંડ, બ્રાઉન સુગર, અને ગોળ બનાવવા માટે થાય છે. રમ બનાવવા માટે પણ શેરડીનો ઉપયોગ કરી શકાય છે. બ્રાઝિલમાં, શેરડીના રસનો આથો બનાવીને કૈચાસા નામની વાઇન બનાવવામાં માટે વાપરવામાં આવે છે.
શેરડીનો રસ શુદ્ધ ખાંડ નથી: શેરડીના રસની પોષક રચનામાં લગભગ 70 થી 75 ટકા પાણી, 10 થી 15 ટકા ફાઇબર અને 13 થી 15 ટકા ખાંડ સુક્રોઝના રૂપમાં હોય છે. હકીકતમાં, વિશ્વમાં સૌથી વધુ ટેબલ સુગરનો મુખ્ય સ્ત્રોત શેરડી છે. કારણ કે શેરડીનો રસ ફિનોલિક અને ફ્લેવોનોઇડ એન્ટીઑકિસડન્ટોનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. શેરડીના રસમાં જોવા મળતા એન્ટીઑકિસડન્ટ મુખ્ય કારણ છે કે, તે શરીર માટે તંદુરસ્ત છે. શેરડીના રસને અન્ય મધુર પીણાઓની જેમ પ્રક્રિયા કરવામાં આવતી ન હોવાથી, શેરડીનો રસ હજુ પણ તેની પોષક રચનાનો ઘણો ભાગ જાળવી રાખે છે. તેમાં ભરપૂર વિટામિન અને ખનિજોનો સમાવેશ થાય છે. શેરડીના રસમાં પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ પણ હોય છે, તેથી તેની મોઇશ્ચરાઇઝિંગ અસરો માટે તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
શેરડીના રસમાં ખાંડનું પ્રમાણ: કેટલાક પોષક તત્ત્વો પૂરા પાડવા છતાં, શેરડીના રસમાં ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. 240 મિલી શેરડીના રસમાં 183 કેલરી, પ્રોટીન 0 ગ્રામ, ચરબી 0 ગ્રામ, ખાંડ 50 ગ્રામ (લગભગ 12 ચમચી જેટલી) અને ફાઈબર 0-13 ગ્રામ હોય છે. શેરડીના રસમાં વિવિધતાના આધારે ફાઇબરની વિવિધ માત્રા હોય છે. ખાંડ એક કાર્બોહાઇડ્રેટ છે જે તમારા શરીરમાં ગ્લુકોઝનો ઊમેરો કરે છે. કેટલાક ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ ખોરાક અને પીણાં તમારા ખાંડના સ્તરને વઘારી શકે છે, ખાસ કરીને જો તમને ડાયાબિટીસ હોય અથવા તમને ડાયાબિટીસનું જોખમ હોય. તેથી ડાયાબિટીસ ધરાવતા લોકોએ શેરડીના રસનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ શેરડીનો રસ પીવો જોઈએ કે નહીં? જો તમને ડાયાબિટીસ છે તો શેરડીનો રસ પીવો તમારા માટે ફાયદાકારક નથી. શેરડીના રસમાં મોટી માત્રામાં ખાંડ હોય છે જે શરીરના બ્લડ સુગર લેવલને ખતરનાક રીતે વધારી શકે છે. તેથી શરીર પર તેની નકારાત્મક અસરોને મર્યાદિત કરવા માટે તમારે આ પીણું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. શેરડીના અર્ક પરના ટેસ્ટ-ટ્યુબ અભ્યાસોએ દર્શાવ્યું છે કે, શેરડીના રસના પોલિફીનોલ એન્ટીઑકિસડન્ટો સ્વાદુપિંડના કોષોને વધુ ઇન્સ્યુલિન (હોર્મોન જે શરીરના રક્ત ખાંડના સ્તરને નિયંત્રિત કરે છે) ઉત્પન્ન કરવામાં મદદ કરી શકે છે. શેરડીના રસમાં ખાંડ ભરપૂર હોય છે, જે ડાયાબિટીસવાળા લોકો માટે ખરાબ પસંદગી છે. જો તમને ડાયાબિટીસ હોય અથવા તે થવાનું જોખમ હોય, તો શેરડીના રસને બદલે મીઠા વગરની કોફી, ચા અથવા ફળોનો રસ પસંદ કરો.