હૈદરાબાદ: ઉત્તરાયણના રોજ વિજય દેવરાકોંડાની ફિલ્મ ફેમિલી સ્ટાર રિલીઝ થવાની હતી. જો કે આ ફિલ્મની ટક્કર મહેશ બાબુની ગુંટુર કરમ, નાગાર્જુનની ના સામી રંગા, વેંકટેશની સાંઈધવ અને તેજા સજ્જાની હનુમાન જેવી ફિલ્મો સાથે ટાળવા માટે ઉત્તરાયણે રિલીઝ કરવામાં આવી નહતી. આ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. હવે આ ફિલ્મ ફેમિલી સ્ટારને 5મી એપ્રિલે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મના બેનર શ્રી વેંકટેશ્વર ક્રિયેશન્સે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે.
ઈન્સ્ટા પર જાહેરાતઃ ફેમિલી સ્ટાર ફિલ્મના બેનર શ્રી વેંકટેશ્વર ક્રિયેશન્સે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, એક બ્લોકબસ્ટર એન્ટરટેઈનમેન્ટ બોનાન્ઝા 5મી એપ્રિલ 2024ના રોજ તમારા હૃદયમાં ફિલ્મનું સ્વાગત કરજો. આ પોસ્ટમાં વિજયને એક ગ્રીન સ્ટ્રાઈપ્ડ ટી શર્ટ, બ્લુ લુંગી અને ખભા પર કોથળા સાથે પોટ્રેટ કરવામાં આવ્યો છે. વિજયના મોઢામાં આધારકાર્ડ પર જોવા મળી રહ્યું છે. ગત વર્ષે આ ફિલ્મ વિષયક એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો.
કાસ્ટ એન્ડ ક્રુઃ તેલુગુ ફિલ્મ ફેમિલી સ્ટારમાં વિજય દેવરાકોંડા ઉપરાંત મૃણાલ ઠાકુર પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મને પરશુરામ પેટલા દ્વારા દિગદર્શીત કરવામાં આવી છે. આ ફિલ્મને સંગીત આપ્યું છે ગોપી સંદરે. આ ત્રિપૂટી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે હિટ ફિલ્મોની ફોર્મ્યૂલા ગણાય છે. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી કે.યુ. મોહનન, એડિટિંગ માર્થાન્ડ કે વેંકટેશ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ શ્રી વેંકટેશ્વર ક્રિએશન બેનર હેઠળ કરવામાં આવ્યું છે. જેમાં વાસુ વર્મા ક્રીયેટિવ પ્રોડ્યૂસર તરીકે જોડાયા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
વિજય દેવરાકોંડાનું પાત્રઃ ફેમિલી સ્ટાર ફિલ્મમાં વિજયે એક ફેમિલીમેનનો રોલ કર્યો છે. જે પોતાનું રોજિંદુ જીવન જીવી રહ્યો છે. આ ફિલ્મમાં અજય ઘોષ વિજયના હરિફની ભૂમિકા ભજવે છે. જે વિજયની સતામણીમાં કોઈ કસર રાખતો નથી. જો કે વિજયનું પાત્ર એક પાવરફુલ કોમ્પિટિશન પૂરી પાડે છે. આ ફિલ્મ મનોરંજનનો એક બુસ્ટર ડોઝ સાબિત થશે તેવું તેના મેકર્સ જણાવી રહ્યા છે.