ETV Bharat / entertainment

કથા પટેલ અને મૌલિક શાહ અભિનીત ફિલ્મ "S2G2"નું ટ્રેલર થયું લોન્ચ, જાણો કેવી છે ફિલ્મ - S2G2 - S2G2

શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ બનેલી રોમેન્ટિક મિશન ફિલ્મ "S2G2"નું ટ્રેલર થયું લોન્ચ કરવામાં આવ્યું છે.

Etv BharatETV BHARAT GUJRAT
Etv BharatETV BHARAT GUJRAT (Etv BharatETV BHARAT GUJRAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 3, 2024, 2:54 PM IST

"S2G2"નું ટ્રેલર થયું લોન્ચ (ETV BHARAT GUJRAT)

અમદાવાદ : શ્રીનિક આઉટરિચના બેનર હેઠળ બનેલ ફન, ફેશન અને એક્શનપેક્ડ ગુજરાતી ફિલ્મ "S2G2- અ રોમેન્ટિક મિશન"નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10મી મે, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થશે તે તો નક્કી જ છે.

આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે જાણો: રાકેશ શાહ દ્વારા દિર્ગદર્શિત આ ફિલ્મ શ્રીનિક આઉટરિયના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. અન્ય પ્રોડયુસર્સમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મારડિયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરલીયા જેવાં જાણીતા કલાકારોએ અદભૂત કામગીરી દર્શાવી છે. ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરાયું છે.

કેવી છે ફિલ્મની કહાની: S2G2- અ રોમેન્ટિક મિશન ફિલ્મમાં 2 કપલની વાત છે. ફિલ્મના ટ્રેલર લોન્ચની સાથે જ દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્સુક્તા ગઈ છે.10મી મેના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ દર્શકોને ડિલાઈટફુલ રોમેન્ટિક એક્સપિરિયન્સ આપવાનું સંપૂર્ણ વચન આપે છે. ફિલ્મમાં વિવેક (મૌલિક ચૌહાણ દ્વારા અભિનીત) એક ફોટોગ્રાફર છે જે એક મિશન પર નીકળે છે પણ આ મિશન શું અને અનેતેને આમ સફળતા મળે છે કે નહિ તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું.

જાવેદ અલીએ પણ આ ફિલ્મમાં ગીતમાં ગાયું છે: ફિલ્મનું મ્યુઝિક જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી જેવા ફેમસ બૉલીવુડ પ્લેબેક સિંગરે આ ફિલ્મન આ એક ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે જેમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે. ફિલ્મના ગીતો કિરણ પરિહાર તથા શયામલ મુન્શી દ્વારા લખાયા છે.

  1. 'પુષ્પા 2 ધ રૂલ'નું પહેલું ગીત 'પુષ્પા-પુષ્પા' રિલીઝ થયું, મિકા સિંહનો અવાજ અને અલ્લુ અર્જુનના ડાન્સે ધૂમ મચાવી દીધી - Pushpa Pushpa

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.