ETV Bharat / entertainment

Kabhi Haan Kabhi Naa : 'કભી હાં કભી ના' ની 30 મી વર્ષગાંઠે શાહરુખ ખાને શેર કર્યો સુંદર વિડીયો - Kabhi Haan Kabhi Na 30 anniversary

25 ફેબ્રુઆરીના રોજ શાહરૂખ ખાનની ફિલ્મ 'કભી હાં કભી ના' રિલીઝ થયાને ત્રીસ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે સુપરસ્ટાર શાહરૂખ ખાને આ ફિલ્મને તેની સૌથી હેપીએસ્ટ ફિલ્મ ગણાવતા એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.

કભી હાં કભી ના 30મી વર્ષગાંઠ
કભી હાં કભી ના 30મી વર્ષગાંઠ
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2024, 12:35 PM IST

હૈદરાબાદ : વર્ષ 1994 માં રિલીઝ થયેલી બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'કભી હા કભી ના' ત્રણ દાયકા પૂર્ણ થયા છે. આ ફિલ્મની ત્રીસમી વર્ષગાંઠ નિમિત્તે શાહરૂખ ખાને X એકાઉન્ટ પર ફિલ્મ બનાવવા માટે નિર્દેશક કુંદન શાહ સહિત સમગ્ર કાસ્ટ અને ક્રૂનો આભાર માન્યો હતો. ઉપરાંત આ ફિલ્મને તેની કારકિર્દીમાં અત્યાર સુધીની 'સૌથી સ્વીટ અને સૌથી ખુશ ફિલ્મ' ગણાવી હતી.

'કભી હાં કભી ના' ની 30 મી વર્ષગાંઠ : શાહરૂખ ખાને તેની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનો એક નાનો વીડિયો રિ-પોસ્ટ કરતા લખ્યું કે, 30 વર્ષ વીતી ગયા છતાં પણ કભી હાં કભી ના સદાબહાર મનપસંદ ફિલ્મ છે, જેને આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને યાદ કરવામાં આવે છે ! ભલે આપણે ગમે તે સમયગાળામાં હોઈએ આ ફિલ્મને વારંવાર જોવા માટે હંમેશા 'હા' છે.

શાહરૂખ ખાને શેર કર્યો સુંદર વિડીયો : પોસ્ટ શેર કરતા શાહરૂખે લખ્યું કે, હું ખરેખર માનું છું કે આ મેં બનાવેલી સૌથી સ્વીટ, સૌથી વાર્મ અને હેપીએસ્ટ ફિલ્મ છે. હું આ ફિલ્મ જોઉં છું અને દરેકને યાદ કરું છું, ખાસ કરીને મારા મિત્ર અને ગુરુ કુંદન શાહ. સમગ્ર કલાકારો અને ક્રૂ, તમારો આભાર અને તમને બધાને પ્રેમ.

સુચિત્રા કૃષ્ણમુર્તિનું ડેબ્યુ : રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'કભી હા કભી ના' માં શાહરૂખ ખાન, દીપક તિજોરી અને નસીરુદ્દીન શાહે અભિનય કર્યો હતો. આ ફિલ્મથી સુચિત્રા કૃષ્ણમુર્તિએ પદાર્પણ કર્યું હતું. કભી હાં કભી ના આજે પણ રોમેન્ટિક ટ્રાઈએન્ગલના ચિત્રણ અને તેના આકર્ષક સાઉન્ડટ્રેક માટે પ્રખ્યાત છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

રોમેન્ટિક કોમેડી ફિલ્મ : કુંદન શાહ દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં જતીન-લલિતે સંગીત આપ્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ સિવાય જુહી ચાવલા, આશુતોષ ગોવારીકર, સતીશ શાહ અને અન્ય અભિનેતા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સુનીલે એક સુંદર પરંતુ બેજવાબદાર યુવાન વ્યક્તિની ભૂમિકા ભજવી હતી, જે અનેક અવરોધો અને દુર્ઘટના વચ્ચે પોતાની પસંદીદા સ્ત્રીના હૃદયને જીતવાનો કરવાનો પ્રયાસ કરે છે.

વર્ક ફ્રન્ટ પર સિદ્ધાર્થ આનંદની પઠાણ, એટલીની જવાન અને રાજકુમાર હિરાનીની ડંકી સાથે કિંગ ખાન માટે વર્ષ 2023 સફળ રહ્યું હતું. હજુ તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત થવાની બાકી છે.

  1. Crakk Vs Article 370 Box Office : યામી ગૌતમની આર્ટિકલ 370 અને વિદ્યુત જામવાલની ક્રેક, કોણ આગળ દોડી જૂઓ
  2. Dadasaheb Phalke Awards : મુંબઈમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ ફંક્શન, રેડ કાર્પેટ બોલીવુડ સિતારાઓથી ઝળહળી ઉઠી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.