ETV Bharat / entertainment

Movie Review: Singham Again કે Bhool Bhulaiyaa, થિયેટરમાં કઈ ફિલ્મ જોવા પૈસા ખર્ચાય? દર્શકોએ આપ્યો રિવ્યૂ - MOVIE REVIEW

વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મો 'સિંઘમ અગેન' અને 'ભૂલ ભૂલૈયા 3' આખરે રિલીઝ થઈ ગઈ છે.

સિંઘમ અગેઇન-ભૂલ ભુલૈયા 3X રિવ્યુ
સિંઘમ અગેઇન-ભૂલ ભુલૈયા 3X રિવ્યુ (Film Posters)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2024, 4:39 PM IST

મુંબઈઃ વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મો 'સિંઘમ અગેન' અને 'ભૂલ ભૂલૈયા 3' આખરે રિલીઝ થઈ ગઈ છે. બંને ફિલ્મોએ 1 નવેમ્બરથી સિનેમાઘરોમાં પોતાની ઇનિંગ શરૂ કરી છે અને હવે દર્શકોએ પણ X પર ફિલ્મ વિશે તેમના મંતવ્યો લખ્યા છે. તો ચાલો જાણીએ કે કઈ ફિલ્મ દર્શકોને વધારે પસંદ આવી રહી છે.

સિંઘમ અગેન
રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત, સિંઘમ અગેનમાં શાનદાર કાસ્ટ છે અને આ જ ફિલ્મની તાકાત પણ છે. જો રિવ્યુની વાત કરીએ તો કેટલાક લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે જ્યારે કેટલાક લોકો ફિલ્મની સ્ટોરીથી નિરાશ થયા છે. એક યુઝરે કોમેન્ટ કરી - સિંઘમ અગેન સંપૂર્ણ મનોરંજન કરનાર છે, અજય દેવગણે થિયેટરમાં ધૂમ મચાવી છે જ્યારે અક્ષય કુમારે આખી લાઇમલાઇટ છીનવી લીધી છે. ફિલ્મનો સેકન્ડ હાફ ધમાકેદાર રહ્યો હતો. રોહિત શેટ્ટીએ ઘણો મસાલો અને હાસ્ય પીરસ્યું છે, મજા આવી.

જ્યારે અન્ય એકે કોમેન્ટ કરી કે, 'રોહિત શેટ્ટી અને અજય દેવગનની સિંઘમ અગેન દિવાળી ધમાકો છે'. તો અન્ય યુઝરે લખ્યું કે, 'સિંઘમ અગેનને જોવી એ જૂની ફિલ્મ જેવી હતી, તેમાં કંઈ નવું નથી, તેઓ કંઈક નવું કેમ નથી અજમાવતા'. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સિંઘમ અગેઇનને 4 સ્ટાર આપ્યા છે. આ સિવાય ફેન્સને ચુલબુલ પાંડે તરીકે સલમાન ખાનનો કેમિયો ખૂબ જ પસંદ આવ્યો છે. આ ફિલ્મના અંતમાં છે જેમાં ભાઈ જાનની એન્ટ્રી પછી લખ્યું છે - 'ચુલબુલ સિંઘમ, લોડિંગ સૂન'.

ભૂલ ભુલૈયા 3 નો X રિવ્યૂ
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ભૂલ ભુલૈયા 3ને ફોર સ્ટાર રેટિંગ આપ્યું છે. તેમણે લખ્યું, 'મનોરંજન, હોરર, કોમેડી, જબરદસ્ત સસ્પેન્સનો મોટો ધડાકો. X-રિવ્યુની વાત કરીએ તો કાર્તિક આર્યનની ફિલ્મને દર્શકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. એકે લખ્યું, 'ટોટલ પૈસા વસૂલ ફિલ્મ, ખાસ કરીને સેકન્ડ હાફ સારો હતો'. એકે લખ્યું, 'કોઈ રોમાંચ નથી, સ્ક્રિપ્ટ પણ સારી નથી અને જોક્સનું ટાઈમિંગ પણ ખરાબ છે, ભૂલ ભૂલૈયા 3 પાસેથી અપેક્ષાઓ વધુ હતી.'

સિંઘમ અગેનમાં અજય દેવગન, અક્ષય કુમાર, કરીના કપૂર, ટાઈગર શ્રોફ, જેકી શ્રોફ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર જેવા કલાકારો છે. જ્યારે ભૂલ ભૂલૈયા 3 માં કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી મુખ્ય પાત્રમાં છે. સિંઘમ અગેઇન vs ભૂલ ભુલૈયા 3 ની પ્રીડિક્શન: દિવાળી પર થિયેટરોમાં ધૂમ મચાવશે અજય દેવગન-કાર્તિક આર્યનની ફિલ્મો.

આ પણ વાંચો:

  1. HBD ઐશ્વર્યા: ઐશ્વર્યા રાય અભિનેત્રી નહીં પણ ડૉક્ટર બનવા માંગતી હતી, આ ઘટનાએ બધું બદલી નાખ્યું
  2. રોક બેન્ડ "મરૂન 5"નું ભારતમાં ડેબ્યૂ: આ તારીખથી કરી શકશો કોન્સર્ટની ટિકિટ બુક...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.