ETV Bharat / entertainment

રજનીકાંતની 'વેટ્ટૈયન' નો પ્રિવ્યૂ લોન્ચ : રજનીકાંત સાથે બિગ બીની ટક્કર નિશ્ચિત - Vettaiyan Prevue - VETTAIYAN PREVUE

સુપરસ્ટાર રજનીકાંત અને અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ વેટ્ટૈયનનું પ્રીવ્યૂ લોન્ચ કરવામાં આવ્યું છે. રજનીકાંત-અમિતાભ બચ્ચન, રાણા દગ્ગુબાતી, ફહદ ફાસિલ, મંજુ વોરિયર અભિનીત ફિલ્મમાં થલાઈવર ફૂલ સ્વેગમાં જોવા મળે છે. Vettaiyan Prevue

રજનીકાંતની 'વેટ્ટૈયન'નો પ્રિવ્યૂ લોન્ચ
રજનીકાંતની 'વેટ્ટૈયન'નો પ્રિવ્યૂ લોન્ચ (Prevue Poster)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2024, 8:19 AM IST

મુંબઈ : સુપરસ્ટાર રજનીકાંત અને અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ વેટ્ટૈયનનો ભવ્ય ઓડિયો લોન્ચ અને પ્રીવ્યૂ ઈવેન્ટ 20 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈના કે. નહેરુ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો, જેમાં ફિલ્મનું પ્રીવ્યૂ લોન્ચ કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં જ ફિલ્મના નિર્માતાઓએ ઇવેન્ટની તારીખની જાહેરાત કરી હતી. લાઇકા પ્રોડક્શન્સે જાહેરાત કરી હતી કે ઇવેન્ટ 20 સપ્ટેમ્બરના રોજ યોજાશે. જેમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ હાજર રહેશે. ટીજે જ્ઞાનવેલ દ્વારા નિર્દેશિત સામાજિક સંદેશ સાથેની આ ફિલ્મ 10 ઓક્ટોબરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

'વેટ્ટૈયન' નો પ્રિવ્યૂ રિલીઝ : નિર્માતાઓએ વેટ્ટૈયાનનું પ્રીવ્યૂ લોન્ચ કર્યું છે. જેમાં રજનીકાંત સ્વેગમાં જોવા મળે છે, સાથે જ ફૂલ એક્શન મોડમાં જોઈ શકાય છે. બિગ બીની સ્ક્રીન પ્રેઝન્સ પણ અદ્ભુત છે. પ્રિવ્યૂમાં બિગ બી પોલીસ તરફથી છે, જ્યારે અંતે રજનીકાંતને પોલીસ યુનિફોર્મમાં જોઈ શકાય છે. જોકે, રજનીકાંતનો રોલ શું હશે તેનો અત્યારે અંદાજ લગાવવો મુશ્કેલ છે. જોકે, રજનીકાંત સાથે બિગ બીની ટક્કર નિશ્ચિત છે. ફહદ ફાસિલ, રાણા દગ્ગુબાતી, મંજુ વોરિયરની ઝલક પણ પ્રિવ્યૂમાં જોવા મળી હતી.

અનિરુદ્ધ રવિચંદરનું સંગીત : કુટાથિલ ઓરુથન અને જય ભીમ ફેમ ટીજે જ્ઞાનવેલ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત વેટ્ટૈયન એક એક્શન ડ્રામા છે. ફિલ્મની વાર્તા બી કિરુતિકાએ લખી છે. રજનીકાંત, અમિતાભ બચ્ચન, ફહદ ફાસિલ, રાણા દગ્ગુબાતી, મંજુ વોરિયર, રિતિકા સિંહ, દુશરા વિજયન, રોહિણી, રાવ રમેશ અને રમેશ થિલક જેવા કલાકારો વેટ્ટૈયન ફિલ્મમાં વિશેષ ભૂમિકામાં છે. લાયકા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે.

  1. 'વિકી વિદ્યા કા વો વાલા વિડિયો'નું ટ્રેલર , રાજકુમાર-તૃપ્તિનો રોમાંસ સાથે કોમેડીનો તડકો
  2. થલાપતિ 69: સાઉથ સ્ટાર વિજયની છેલ્લી ફિલ્મમાં શું બોબી દેઓલ બનશે વિલન ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.