હૈદરાબાદ: 'પુષ્પા 2 ધ રુલ' એ કમાણીમાં સૌથી આગળ નીકળી ગઇ છે. કેમ કે, પુષ્પા 2 એ ફક્ત 2 દિવસમાં વર્લ્ડ વાઇડ 400 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે. પુષ્પા 2 ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી સ્થાનિક અને વર્લ્ડ વાઇડ ઓપનિંગ ફિલ્મ બની ગઇ છે. અહીં પુષ્પા 2 એ હિન્દીમાં 72 કરોડ રુપિયા સાથે ઓપનિંગ કરીને બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ જવાનના રેકોર્ડને માટીમાં મિલાવી દીધો છે. હિન્દી બેલ્ટમાં પુષ્પા 2નો ખાસ્સો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, હિન્દીમાં બોલિવુડ એક્ટર શ્રેયસ તલપડેએ અલ્લુ અર્જુનને અવાજ આપ્યો છે.
મોઢામાં રુ દબાવીને પુષ્પાનો અવાજ કાઢ્યો
શ્રેયસ તલપડે એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અત્યાર સુધી તેમની મુલાકાત અલ્લુ અર્જુન સાથે નથી થઇ. ત્યારે ગોલમાલ જેવી હિટ ફ્રેન્ચાઇઝીમાં કામ કરી ચૂકેલા એક્ટર શ્રેયસ તલપડેએ પુષ્પા 2માં અલ્લુ અર્જુનને હિન્દી ડબિંગમાં અવાજ આપવા માટે ખૂબ જ મહેનત કરી છે. શ્રેયસ તલપડેએ ડબિંગ દરમિયાન 2 કલાકમાં 14 સેશન કર્યા હતા અને મોઢામાં રુ દબાવીને અલ્લુ અર્જુનના અવાજને કેચ કર્યો હતો. તમને જણાવી દઇએ કે, પુષ્પા ધ રાઇઝમાં જ્યારે પહેલી વાર અલ્લુ અર્જુનને ખબર પડી તો તેણે શ્રેયસના હુન્નરના વખાણ કર્યા હતા.
હિન્દી ફેન્સને ગમ્યો 'શ્રીવલ્લી'નો અવાજ
રશ્મિકા મંદાનાએ પુષ્પા 2 માટે હિન્દી અને તેલૂગૂ વર્ઝનમાં પોતાના અવાજમાં ડબિંગ કરી છે. પરંતુ રશ્મિકાની હિન્દી થોડી આગળ પાછળ થઇ જાય છે. આ જ કારણ છે કે, તેણે રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલમાં પોતાના ડાયલોગ્સ માટે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે રશ્મિકાના હિન્દી ડાયલોગ્સમાં ખાસ્સો સુધાર જોવા મળી રહ્યો છે અને એક્ટ્રેસે હિન્દી ડબિંગમાં શાનદાર કામ કર્યું છે. રશ્મિકાએ પુષ્પા 2માં પુષ્પરાજની પત્ની શ્રીવલ્લીનું પાત્ર નિભાવ્યું છે.
વિલનનો અવાજ આ બોલિવુડ એક્ટર બન્યો
પુષ્પા ફ્રેન્ચાઇઝીનો જીવ તેનો વિલન ભંવરસિંહ શેખાવત છે. જેનો રોલ મલયાલમ એક્ટર ફહાદ ફાઝિલ રહી રહ્યો છે. પુષ્પા ધ રાઇઝ પછી ફાઝિલે પોતાની એક્ટિંગથી પુષ્પા 2માં નવા પ્રાણ પૂરવાનું કામ કર્યું છે. ફહાદ પોતાની કલ્ટ ક્લાસિક એક્ટિંગ માટે ખૂબ જાણીતો છે. ત્યારે હિન્દી ડબિંગમાં તેને શાહિદ કપૂરના સાવકા પિતા રાજેશ ખટ્ટરે અવાજ આપ્યો છે. રાજેશ ખટ્ટર એક શાનદાર એક્ટર હોવાની સાથે સાથે ઉત્તમ વોઇસ આર્ટિસ્ટ છે.
આ પણ વાંચો: