હૈદરાબાદ: પુષ્પા 2 ધ રુલ બોક્સ ઓફિસ કલેક્શન ડે 1: અલ્લુ અર્જુને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ચેતવી દીધી છે કે પુષ્પા ઝૂકવાનો નથી. હા અલ્લુ અર્જુને આ વાત સાચી કરી બતાવી છે. પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી એક્શન ફિલ્મ પુષ્પા 2 ધ રુલથી ગયા 5 ડિસેમ્બરના રોજ વિશ્વ ભરમાં રિલીઝ થયેલી પુષ્પા 2 ધ રુલ એ ભારતમાં પહેલા દિવસથી જ 175 કરોડ રુપિયાનું ખાતું ખોલીને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી ફિલ્મોને ઘેરી લીધી છે. પુષ્પા 2 ધ રુલ એવી ચોથી ફિલ્મ બની ગઇ છે. જેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કરોડ રુપિયાથી વધારેનું ખાતું ખોલ્યું છે.
આ સાથે જ પુષ્પા 2 ધ રુલ પહેલી ઇન્ડીયન ફિલ્મ છે. જેને ઘરેલું બોક્સ ઓફિસ પર 150 કરોડની ઓપનિંગ કરી છે. હવે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર અલ્લુ અર્જુન અને પુષ્પા 2 ધ રુલનું રાજ ચાલી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, ભારતમાં પુષ્પા 2 ધ રુલને મળીને ફક્ત 4 ફિલ્મો છે. જેને સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કરોડની સાથે ઓપનિંગ લીધી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારા બોલિવુડ સ્ટાર શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમારે જેવા સ્ટાર્સ અને તેમની એક પણ ફિલ્મનું આ લિસ્ટમાં નામોનિશાન નથી.
ભારતમાં 100 કરોડથી વધારે ઓપનિંગ કરનારી ફિલ્મો
તમને જણાવી દઇએ કે, ઇન્ડિયન બોક્સ ઓફિસ પર સૌથી પહેલા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ડાયરેક્ટર એસ એસ રાજામૌલીનાં નિર્દેશનમાં બનેલી પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી 2- ધ કન્ક્લુઝન (2017) હતી. જેને વિશ્વભરમાં 217 કરોડ રુપિયા અને ભારતમાં 121 કરોડ રુપિયાથી ખાતું ખોલ્યું હતું. બાહુબલી 2એ કુલ 1800 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ વર્ષ 2022માં રાજામૌલીની જ ફિલ્મ RRRથી બોક્સ ઓફિસ પર રામ ચરણ અને જૂનિયર NTRની જોડીએ ધમાલ મચાવી દીધી હતી.
RRR બીજી એવી ફિલ્મ છે જેને સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કરોડ રુપિયાથી ઓપનિંગ કરી છે. પરંતુ RRRએ સ્થાનિક બોક્સ ઓફિસ પર બાહુબલીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જણાવી દઇએ કે, RRRએ 1200 કરોડ રુપિયાથી વધારે દુનિયાભરમાંથી કલેક્શન કર્યું હતું. ત્યારે RRR પછી તેના આગલા મહિને એપ્રિલ 2022માં રિલીઝ થયેલી કન્નડ સુપરસ્ટાર યશની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2 એ બોક્સ ઓફિસને હલાવી નાખ્યું હતું. પ્રશાંત નીલ એ KGF 2ને ડાયરેક્ટ કરી હતી. જેને સ્થાનિક બોક્સ ઓફિસ પર 116 કરોડ રુપિયાથી ખાતું ખોલ્યું હતું. જણાવી દઇએ કે, KGF 2 એ પણ 1200 કરોડ રુપિયાથી વધારે કમાણી કરી હતી.
હવે અલ્લુ અર્જુન સ્ટારર એકશન ફિલ્મ પુષ્પા 2 ધ રુલ એ સ્થાનિક બોક્સ ઓફિસ પર બીગ ઓપનિંગના મામલે પોતાના સિક્કો જમાવી દીધો છે. રિપોર્ટ્સ પ્રમાણે પુષ્પા 2 એ સ્થાનિક બોક્સ ઓફિસ પર 160થી 175 કરોડ રુપિયાથી પોતાનું ખાતું ખોલ્યું છે. પુષ્પા 2 ભારત અને અલ્લુ અર્જુનના કરિયરની ખૂબ મોટી ઓપનર ફિલ્મ બની ગઇ છે. હવે પુષ્પા 2નો રેકોર્ડ તોડવા કોણ આગળ આવશે તે જોવાનું રહ્યું.
- બાહુબલી - રૂ. 121 કરોડ
- RRR- રૂ. 133 કરોડ.
- KGF 2- રૂ. 116 કરોડ.
100 કરોડની ઓપનિંગ ચૂકી ગયેલી આ ફિલ્મો
તે જ સમયે, પ્રભાસ સ્ટારર ફિલ્મ કલ્કી 2898 એડી, જે ચાલુ વર્ષે રિલીઝ થઈ હતી, તેણે વિશ્વભરમાં રૂ. 180 કરોડ સાથે ખાતું ખોલ્યું હતું, પરંતુ આ ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડની કમાણી કરવાનું ચૂકી ગઈ હતી. કલ્કીએ સ્થાનિક બોક્સ ઓફિસ પર 95.30 કરોડ રૂપિયા સાથે તેનું ખાતું ખોલાવ્યું હતું. તે જ સમયે, વર્ષ 2023 ના અંતમાં રિલીઝ થયેલી પ્રભાસની બીજી માસ એક્શન ડ્રામા ફિલ્મ સાલાર પાર્ટ 1 - સીઝફાયર એ સ્થાનિક બોક્સ ઓફિસ પર 90.70 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને ઓપનિંગ કરી હતી.
કોણ તોડશે પુષ્પા 2નો રેકોર્ડ?
તમને જણાવી દઇએ કે, વર્ષ 2025માં મોટા સુપર સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે, જેમાં રામચરણની ગેમ ચેંજર, સલમાન ખાનની સિકંદર, પ્રભાસની સ્પિરિટ અને રાજા સાહબની સાથે સાથે યશ સ્ટારર ટોક્સિક પણ રિલીઝ થશે, શું આ સુપર સ્ટાર્સની ફિલ્મો પુષ્પા 2નો રેકોર્ડ તોડશે. જે આ ફિલ્મોનું ટ્રેલર અને એડવાન્સ બુકિંગથી જ ખબર પડશે.
આ પણ વાંચો: