ETV Bharat / entertainment

પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ સ્ટારર મિર્ઝાપુર 3નું ટ્રેલર રિલીઝ, જુઓ અહી - Mirzapur 3 Trailer - MIRZAPUR 3 TRAILER

મોસ્ટ અવેટેડ ક્રાઈમ થ્રિલર સિરીઝ મિર્ઝાપુર 3નું ટ્રેલર આજે 20મી જૂને રિલીઝ કરવામાં આવ્યું છે. મિર્ઝાપુર 3નું ટ્રેલર એકદમ ભયાનક છે. પહેલા અહીં જુઓ.

Etv BharatMirzapur 3 Trailer released
Etv BharatMirzapur 3 Trailer released (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 3:19 PM IST

હૈદરાબાદ: OTT પ્લેટફોર્મની ભયાનક સિરીઝ 'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝનનું ટ્રેલર આજે 20 જૂને રિલીઝ કરવામાં આવ્યું છે. 'મિર્ઝાપુર 3' માટે ચાહકોને લાંબો સમય રાહ જોવી પડી હતી અને હવે 'મિર્ઝાપુર 3'ના નિર્માતા દર્શકોને વધુ રાહ જોવડાવવા નથી માગતા. આવી સ્થિતિમાં આજે 'મિર્ઝાપુર 3'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 'મિર્ઝાપુર 3' 5મી જુલાઈના રોજ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. ચાલો જાણીએ કેવું છે મિર્ઝાપુર 3નું ટ્રેલર?

મિર્ઝાપુર 3નું ટ્રેલર કેવું છે?: મિર્ઝાપુર 3નું 2.37 મિનિટનું ટ્રેલર એકદમ ડરામણું અને ક્રાઈમફુલ છે. મિર્ઝાપુર 3 ના ટ્રેલરમાં, અલી ફઝલની ભૂમિકા ગુડ્ડુ પંડિતની ભૂમિકા ભજવી છે. અલી ફઝલે આ રોલ માટે જોરદાર મહેનત કરી હોય એવું દેખાય છે. 'કાલીન ભૈયા' તરીકે પંકજ ત્રિપાઠીની દમદાર શૈલી. ટ્રેલરમાં વિજય વર્માની એક નાની ઝલક છે, પરંતુ તે પણ અદભૂત છે.

મિર્ઝાપુર 3ની સ્ટારકાસ્ટ: રસિકા દુગ્ગલ અને શ્વેતા ત્રિપાઠીએ પણ સારું કામ કર્યું છે. ઈશા તલવાર, અંજુમન શર્મા, પ્રિયાંશુ પૈન્યુલી, હર્ષિતા શેખર ગૌર, રાજેશ તૈલાંગ, શીબા ચઢ્ઢા, પ્રમોદ પાઠક, શરનવાઝ જિજીના, મેઘના મલિક, મનુ ઋષિ ચઢ્ઢા, નેહા સરગમ, લિલીપુટ ફારુકી, અલકા અમીન, અનંગશા બિસ્વાસ, રોહિત પ્રૌઢ, તિજાન, શાહન પ્રસન્ના શર્મા, અનિલ જ્યોર્જ મહત્વના રોલમાં જોવા મળશે.

મિર્ઝાપુર 3 વિશે જાણો: મિર્ઝાપુર 3 ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન કંપનીના માલિક રિતેશ સિધવાની દ્વારા બનાવવામાં આવી છે. મિર્ઝાપુર 3નું નિર્દેશન ગુરમીત સિંહ અને આનંદ અય્યરે કર્યું છે. અપૂર્વ ધર, અવિનાશ સિંહ તોમર, અવિનાશ સિંહ, વિજય નારાયણ વર્માએ મિર્ઝાપુર 3ની કહાની લખી છે.

  1. પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણની મદદે આવેલા પ્રભાસની બિગબીએ લીધી મજા, વીડિયો થયો વાયરલ - Kalki 2898 AD Pre Release Event

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.