હૈદરાબાદ: આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક સ્થળોએ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બંને રાજ્યોની સરકારો લોકો માટે રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે. તે જ સમયે, વરસાદને કારણે અનેત વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને તેમના ઘર છોડીને સરકારી આશ્રયસ્થાનોમાં જવાની ફરજ પડી છે. અહીં, આંધ્ર પ્રદેશના વિજયવાડા જિલ્લાની સ્થિતિ સૌથી દયનીય છે. અહીં ટોલીવુડ સ્ટાર્સ બંને રાજ્યોની સરકારોને મદદ કરી રહ્યા છે. અગાઉ, કલ્કી 2898 એડી અને સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆરના નિર્માતાઓએ મુખ્ય પ્રધાન રાહત ફંડમાં મોટી રકમ દાન કરી હતી. હવે મેગાસ્ટાર ચિરંજીવી, મહેશ બાબુ, નંદામુરી બાલકૃષ્ણ અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ અને દક્ષિણ સિનેમાના પાવર સ્ટાર પવન કલ્યાણે મુખ્યમંત્રી રાહત ફંડ માટે દાન આપ્યું છે.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 4, 2024
మనందరం ఏదో…
ચિરંજીવીએ 1 કરોડ રૂપિયાનું દાન કર્યું: તમને જણાવી દઈએ કે, ચિરંજીવીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે બગડેલી પરિસ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. અભિનેતાએ તેના x પર લખ્યું છે કે રાજ્ય સરકારો ઉત્તમ કામ કરી રહી છે, આપણે પણ આ મદદનો ભાગ બનવું જોઈએ, હું બંને રાજ્યોને 50-50 લાખ રૂપિયાની સહાયની રકમની જાહેરાત કરું છું, મને આશા છે કે ટૂંક સમયમાં આપણા લોકોનું જીવન ફરી પાટા પર આવી જશે.
In light of the floods impacting both the Telugu states, I am pledging a donation of 50 lakhs each to the CM Relief Fund for both AP and Telangana. Let’s collectively support the measures being undertaken by the respective governments to provide immediate aid and facilitate the…
— Mahesh Babu (@urstrulyMahesh) September 3, 2024
મહેશ બાબુ: ટોલીવુડના પ્રિન્સ મહેશ બાબુએ લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે. પોતાની એક્સ પોસ્ટ પર સહાયની રકમની જાહેરાત કરતા અભિનેતાએ લખ્યું છે કે, બંને તેલુગુ રાજ્યોમાં ભારે વરસાદના કારણે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે હું લોકોની મદદ માટે બંને રાજ્યોની સરકારને 50-50 લાખ રૂપિયાનું દાન આપું છું. ચાલો આપણે બધા સાથે મળીને સરકારને ટેકો આપીએ અને અસરગ્રસ્ત લોકોના જીવનમાં નવી તક પૂરી પાડીએ.
તમને જણાવી દઈએ કે, આ પહેલા કલ્કિ 2898 એડી અને સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆરના નિર્માતાઓએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 1-1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.