મુંબઈ: બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ફરી એકવાર ગુજરાતના જામનગર એરપોર્ટ પર મોડી રાત્રે જોવા મળ્યો હતો. સુપરસ્ટાર 10 એપ્રિલના રોજ અનંત અંબાણીના 29માં જન્મદિવસની પાર્ટીમાં સામેલ થશે. તેના સિવાય અન્ય ઘણા સેલેબ્સ હતા જેમણે પણ આ પાર્ટીમાં પોતાની હાજરી નોંધાવશે .
સલમાન ખાનની જામનગર એરપોર્ટ પર એન્ટ્રી: જામનગર પહોંચેલા સેલેબ્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. એક વીડિયોમાં સલમાન ખાનને જામનગર એરપોર્ટ પર જોઈ શકાય છે. જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા માટે તેણે બ્લેક ટી-શર્ટ અને બ્લુ ડેનિમ પહેર્યું હતું. હંમેશની જેમ, તેનો બોડીગાર્ડ શેરા પણ તેની સાથે હતો.
જ્હાન્વી કપૂર અને ઓરી બન્યા મહેમાન: અહેવાલો અનુસાર, બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર અને તેના રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ અનંતની ભવ્ય જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા જામનગર પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા સ્ટાર ઓરી પણ કલીના એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઓરીએ પાપારાઝીને પોઝ આપ્યો હતો.
અનંત અને રાધિકાની પ્રિ-વેડિંગ યોજાઈ: આ વર્ષની શરૂઆતમાં, અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટે જામનગરમાં તેમની ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું, જેમાં દેશ-વિદેશના મહાનુભાવોએ હાજરી આપી હતી. તેમાં મુખ્ય મહેમાન તરીકે હાઈ-પ્રોફાઈલ રાજકારણીઓ, હોલીવુડ અને બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટરો સહિત ઘણી હસ્તીઓ હાજરી આપી હતી.
પ્રિ-વેડિંગમાં કયા બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા: આ અવસર પર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, આદિત્ય રોય કપૂર, અનન્યા પાંડે, રણબીર કપૂરની સાથે આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય, વરુણ ધવન અને અન્ય ઘણા બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા.